સ–ફળ શિક્ષણવૃક્ષ

ગુજરાતના કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ સ્થાપિત લોકભારતી સણોસરાનાં વિવિધ કાર્યક્ષેત્રોમાં સફળ નીવડેલાં વિદ્યાર્થીઓને  ‘દર્શક’મનુભાઈ પંચોળીએ સૌના પોતાના અનુભવો લખી આપવા જણાવેલું. આવા કુલ અમે ૨૩ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો લખી મોકલ્યા હતા જેને તેમણે “ઝાડનાં પારખાં ફળ પરથી” એ પુસ્તકશ્રેણીરૂપે પ્રગટ કર્યા હતા.

આ અનુભવોની કુલ ૨૬ બુકો પ્રિન્ટ થઈ હતી જેના આધારે દરેકમાં ચિત્રો–ફોટાઓ ઉમેરીને મેં (જુ.) બધી જ પુસ્તિકાઓની ઈ–બુકો બનાવી હતી, જેનું વિમોચન લોકભારતીમાં શ્રી નરેશભાઈ વેદ દ્વારા થયું હતું.

આ બધી જ ઈ–બુકો અહીં એક પછી એક મૂકવાનો ઉપક્રમ છે. સૌને તેનો લાભ લેવા વિનંતી છે.

– જુગલકિશોર

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ANDHARAN BHEDINE અંધારાં ભેદીને : નાગજીભાઈ દેસાઈ

*****************************************************************************

AGVI SAINIK SHALA 

આગવી સૈનિકશાળા : લક્ષ્મણભાઈ લ. પટેલ