cropped-25.jpg

રસદર્શન : ફુલનું અને કાવ્યનું અને –

”સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે; સૌંદર્યો પામતાં પહેલાં સુંદર બનવું પડે.” ફુલનું કે કાવ્યનું સૌંદર્ય એ અલબત્ત માણવાની બાબત છે. એટલે ફુલ કે કાવ્ય પાસે જઈને એના સૌંદર્યને માણવાનો અધીકાર હર કોઈનો હોઈ શકે છે. પણ ઉપરોક્ત પંક્તીઓમાં કહેવાયા પ્રમાણે સૌંદર્ય માણવા માગનાર પોતે જો સુંદર ન હોય વધુ વાંચો

5 total views, 1 views today

cropped-25.jpg

એક કાલ્પનીક સંવાદ !

ઘરથી સાવ નજીકમાં જ આવેલી બેંકમાં જતાં વચ્ચે આવતી હનુમાનજીની દેરીએ હાથ જોડીને પગે લાગવા જેવું કર્યું તે, (બસસ્ટેન્ડે ઉભેલા) જોઈ ગયેલા એ ભાઈએ, હું જેવો નજીક આવ્યો કે હળવેકથી પુછ્યું – તમે એમાં માનો છો ? હા, થોડુંઘણું….મેં એમને જવાબ્યા. થોડું કે ઘણું ? – તેઓ. થોડું પણ કહેવાય વધુ વાંચો

8 total views, 1 views today

cropped-25.jpg

પતંગાબાદને એક છાપરેથી !

અમદાવાદને આ પતંગાબાદ નામે બોલાવવાનું રાખી શકાય. પણ અમદાવાદ તો બીજાં અનેક નામે બોલાવવા લાયક રહ્યું જ છે એટલે એને ફક્ત પતંગ સાથે જોડી રાખીને બાકીની બાબતોને કોરાણે થોડી મુકી દેવાય છે ? છતાં હજી ગઈ કાલે જ ગયેલી પતંગાઈને સાવ એમનેમ જાવા દઈએ તોય ખોટું કહેવાય. એટલે આ લેખ પુરતું વધુ વાંચો

5 total views, 1 views today

cropped-25.jpg

ગોડસે નહીં – GOD છે !

ગાંધી તારા દેશમાં ગાંધી શબ્દ વગોવાય, GOD બની જાય ગોડસે, મંદીર એનાં ચણાય. સાદી તારી જીવની, સાદી તારી વાત, તોય શકે ના જીરવી,  કેવી માનવજાત ! પગલું તારું એવડું માપ્યું નહીં મપાય, પણ એ ચરણે ચાલવું અઘરું નહીં જરાય. ચરણ-આચરણ સાથમાં, બે સંયોગે જાય, નહીંતર એવું ચાલવું નકરું નીષ્ફળ થાય વધુ વાંચો

6 total views, 1 views today

cropped-25.jpg

બજેટ

પહેલાના જમાનામાં છાપરે, વંડીએ કે ક્યાં…..ક આજુબાજુ કાગડો બોલતો ને ઘરમાં તૈયારીઓ થતી મહેમાનોના આગમનની શક્યતાએ; બાળકોને ગળ્યું જમવાની તક ઉત્સાહ આપી દેતી ને મોટેરાંઓ  વહેવારો વીચારતા. (કાગડાને ઉડાડી મુકવાનું પાપ ગણાતું તેય યાદ…..) પછી………..તો  કાગડાનો બોલ ન ગમવાનું શરુ થયું; કાગડાને ઉડાડી મુકવાનું પાપ પછી તો રહ્યું નહીં – વધુ વાંચો

5 total views, no views today

cropped-25.jpg

શોર્ટકટ, લોન્ગકટ અને અનુકૂળ રસ્તો

– સુરેશ જાની લોન્ગકટ શોર્ટ કટ તો હોય. પણ લોન્ગ કટ? હા! લોન્ગ કટ પણ હોય! વાત જાણે એમ છે કે, અમારા ગામના પાર્કમાં એક નાનકડું તળાવ છે. એની બાજુમાંથી ચાલવાનો એક રસ્તો પસાર થાય છે. અમે તળાવના કીનારે બેઠા હતા. ત્યાં તળાવની સામેની બાજુમાં અમે અમુક લોકોને ચાલતા જોયા/ વધુ વાંચો

6 total views, 2 views today

cropped-25.jpg

સરયૂ પરીખનું એક કાવ્ય

નાનું કુટુંબ વિખરાય એનું ભાવનિવેદન – સરયૂ પરીખ ******** વેરવિખેર વેગે વિખરાતી નાનીશી દુનિયા; પાંખો ફૂટીને ઊડતાં પતંગિયાં ! ગૂંથેલા માળાના કુંજન ને ગુંજન, ઓસરતા ભીને અવસાદે. ખુલ્લા ખાલીપાનાં ખોખાંને આજ સૌ ધીરેધીરે કરતાં નોખાં. એક એક ડગલાંએ અંતરપટ ખેંચ્યાં ને કેટલાં દૂર જઈ પંહોચ્યાં ! ઓળંગી અવધી તણાયે પ્રવાહમાં, વધુ વાંચો

7 total views, 2 views today

cropped-25.jpg

ગુર્જરી ગિરા

– ઉમાશંકર જોશી   જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિનસાધુઓએ જેનાં હિંચોળ્યાં મમતાથી પારણાં,   રસપ્રભા ભાલણથી લહી જે નાચી અભંગે નરસિંહ–મીરાં– અખા તણે નાદ ચડી ઉમંગે આયુષ્મતી લાડલી પ્રેમ ભટ્ટની, દૃઢાયુ ગોવર્ધનથી બની જે, અર્ચેલ કાન્તે દલપત્તપુત્રે તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી.     7 total views, વધુ વાંચો

7 total views, 2 views today

cropped-25.jpg

જાવડ  ભાવડ વાતો !

– હિમ્મતલાલ જોશી  “આતા”  વર્ષો પહેલાં હું ન્યુ જર્સી ના ગામ piscataway માં રહેતો હતો. ત્યાંના સિનિયર સેન્ટરમાં હમેશાં જતો હતો   . અમેરિકાના ઘણાં સિનિયર સેન્ટરો મેં   અનુભવયાં છે.  એમાં આ સિનિયર સેન્ટર સેન્ટરને હું પ્રથમ નમ્બર  આપું છું. કેમકે  ત્યાંની  સુવિધા  મને ઉત્તમ પ્રકારની લાગી છે,  એક વખત અહીં  વધુ વાંચો

7 total views, 2 views today