સરયૂ પરીખનું એક કાવ્ય

નાનું કુટુંબ વિખરાય એનું ભાવનિવેદન

– સરયૂ પરીખ

********

વેરવિખેર

વેગે વિખરાતી નાનીશી દુનિયા;
પાંખો ફૂટીને ઊડતાં પતંગિયાં !

ગૂંથેલા માળાના કુંજન ને ગુંજન,
ઓસરતા ભીને અવસાદે.
ખુલ્લા ખાલીપાનાં ખોખાંને આજ
સૌ ધીરેધીરે કરતાં નોખાં.

એક એક ડગલાંએ અંતરપટ ખેંચ્યાં
ને કેટલાં દૂર જઈ પંહોચ્યાં !
ઓળંગી અવધી તણાયે પ્રવાહમાં,
પાંદડીઓ વિભિન્ન વહેણમાં.

સંધ્યાના ઓળાઓ પોકારે વાળવાં
પણ, મારગ ભાસે છે મૃગજળસમા.
ઘંટા સમાઈ ગયા સૂના સન્નાટામાં
વિહ્વળ રે વ્હાલપ લિસોટા.

——–

www.saryu.wordpress.com
saryuparikh@yahoo.com

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *