સરયૂ પરીખની એક રચના

હવે ના અધૂરી


નીલ સરિતાનાં ખળખળતાં નીર,

લોઢ  ઊમટે  ને ઓસરે  અધીર.

ચહું  ભીંજાઉંરહી  તોય  કોરી,

જરી પગને  ઝબોળી પાછી ફરી.

 

પહેલી પ્રીતનો  ઝીણેરો  ઉજાસ,

કિરણ કમનીય કામિની ઉલ્લાસ.

ઝૂકી ઝાકળ  ઝીલીને હસી જરી,

કળી ખીલી ખીલી તરસી રહી.

 

એની  વાંસળીના સૂરના  સવાલ,

મનન મંજુલ પણ મૂક રે જવાબ.

એની તાનમાં તણાઈ ક્યાંય દોડી,

જરા  જઈને  આઘેરી, પાછી ફરી.

 

સજલ  વર્ષા  વંટોળની  વચાળ,

બની વીજળી, નહીં  રોકી રોકાય,

દ્યુત ક્ષણમાં હું તૃપ્ત ને તરબોળ,

આજ  સંપૂરણ સુરખી  રસ રોળ.

 

સરયૂ પરીખ

(તેમના પ્રગટ થઈ રહેલા કાવ્યસંગ્રહ ‘મંત્ર’માંથી સાભાર)

4 comments for “સરયૂ પરીખની એક રચના

 1. May 9, 2018 at 1:40 pm

  મનના ભાવો પુષ્પજેમ અહિ મહેંકી ઉઠેછે!

 2. May 9, 2018 at 4:11 pm

  ઝૂકી ઝાકળ ઝીલીને હસી જરી,

  કળી ખીલી ન ખીલી તરસી રહી.

  વાહ !
  ભાવથી ભરપુર રચના

 3. Anila patel
  May 9, 2018 at 5:00 pm

  અદ્ભુત પ્રાસ રચના .

 4. May 10, 2018 at 1:58 am

  શ્રી. જુ.ભાઈએ મારું કાવ્ય મૂક્યું તે માટે ખાસ આભાર.
  દરેકનાં પ્રોત્સાહન માટે આનંદ.
  સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *