સરયૂ પરીખની એક રચના

તક  કે  તકલીફ

– સરયૂ પરીખ

ફરી  મળ્યાની તક  મળી, તકલીફ  ના ગણો.
જત વાત છે  વીત્યાંની, વતેસર  નહીં  ગણો.

દાવત  અમે દીધી ’તી, આવીને  ઊભા આપ,
સહેજે  કરેલા   પ્યારને,   પર્યાય  નહીં  ગણો.

હૈયે   ધરી મેં   હામ,   લીધો  હાથ   હાથમાં,
ખબર  હતી આ  હેતને, સગપણ  નહીં ગણો.

માનો તો  ફરી  આજ  ધરું   પ્રેમ  પુષ્પમાળ,
 ભૂલમાં  ઝર્યાં    કુસુમને,  ઝખમ  નહીં  ગણો.

સર્યો  એ  હાથ  મખમલી,  આભાસ  અન્યનો,
 દુખતી નસની આહને  અભિશાપ નહીં ગણો.

ચાલ્યા  તમે   વિદાર,  અભિનવના   રાગમાં, 
પલકોનાં  જલ  ચિરાગને, જલન  નહીં ગણો.
——— 

“આંસુમાં સ્મિત” સરયૂ પરીખ.૨૦૧૧ પુસ્તકમાંથી.) 

1 comment for “સરયૂ પરીખની એક રચના

  1. June 6, 2018 at 1:28 am

    સરસ કવિતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *