પત્ર – (૪) “પત્રાવળી”માં વિચાર–વાનગી–વૈવિધ્ય !!

પ્રિય દેવી,

તારા તથા રાજુલબહેનનાશબ્દવિષેના ખૂબ જ સરસ વિચારો વાંચ્યા. મઝા આવી.

એક કરતાં બે ભલા, બે કરતાં ચારએ કહેવત મુજબ વધુ મિત્રો સાથે વિચારોની આપલે કરવાનો આ નવતર પ્રયોગ પણ ગમ્યો.

જુગલકિશોરભાઈએ યોજેલોપત્રાવળીશબ્દ ખૂબ જ પસંદ પડ્યો. સુરતી છું ને એટલે પ્રથમ વિચાર પત્રાવળીનો અપભ્રંશ શબ્દ પતરાળી’ યાદ આવ્યો. આપણે નાના હતાં ત્યારે લગ્નનું જમણ પતરાળીમાં જ થતું ને ?

પતરાળીમાં જેમ વિવિધ વાનગીઓ હોય તેમ વિવિધ વિષયો પર અંગત વિચારોની વાનગી પત્રાવળીમાં પીરસવાની અને માણવાની મઝા જ આવે ને ?

આવા શબ્દો પર વિચાર કરતાં કરતાં મને યાદ આવી ગઈ એક જૂની વાત મેં સાંભળી હતી તે ! પત્રના ઘણા અર્થો થાય, તેમાંનો એક એટલે પાંદડું, ખાખરાના વૃક્ષના પાંદડામાંથી બનતી પત્રાવળી=પતરાળી. 

પત્ર એટલે કોઈને સંબોધીને લખેલી વાતોજેવા જેના સંબંધો તેવી ભાતિગળ વાતો !

વાહ, આ જ રીતે લખતાં લખતાં શબ્દો આવતા જાય અને આપમેળે ખૂલતા જાય……..

જેમ કેસંબંધશબ્દ આવ્યો અને કેટકેટલાય સંબંધો યાદ આવી ગયા ! સમ્‍ – બંધ, જેમની સાથે બંધન ન લાગે છતાંય સંકળાયેલા હોઈએ. બે જાતનાં સંબંધો, એક સગપણને લીધે મળેલો અને બીજો કોઈને કોઈ વજૂદથી નજીક આવી ગયા અને શરૂ થાય સંબંધ. પછી તેને જાળવા, સંભાળવા, કાળજીથી સાચવવા, બરાબરને ?

ચાલ, અહીં અટકું નહીં તો પ્રવચન શરૂ  થઈ જશે.

હવે પ્રવચન પર વાંચવા છે તારા, રાજુલબહેનના અને કોઈ અન્ય જોડાય તો તેમના સૌના વિચારો.

 

– નીનાની યાદ.

Email:nayna47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *