ઉનાળો (એક અકાવ્ય)

 

 

ઉનાળો

ક્યાં ક્યાં વરસશે

કોણ કહેશે ?

એની અઢાર અક્ષૌહીણી સેના લઈને

તુટી પડયો છે.

એની સામે લડનારાં

ને જીતી જનારાં

ઘણાં છે….

પણ

હારી જનારાં જે છે

એને

કોઈ સારથી નથી.

જે છે તે બધાં

હથીયાર હેઠે મુકીને

બેસી ગયેલાંઓ છે.

ઉનાળો

કોઈનો વીરોધી

કે

પક્ષપાતી નથી

એ વાતની ખાંડ ખાવાનું છોડી દઈને

આપણે તો કેવળ

ચોમાસાની –

હા, સારા ચોમાસાની

રાહ જ જોવાની રહે છે –

 

– જુ.

તા. ૦૮,૦૬,૧૮

 

 

2 comments for “ઉનાળો (એક અકાવ્ય)

  1. June 14, 2018 at 12:28 am

    वो भी चला जायगा ।
    – आनंदमयी मां

  2. June 18, 2018 at 3:55 pm

    તાપ સંતાપ પછી
    સાતા મધુરી મીઠી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *