એક જોડકણું

(છંદ : ઉપજાતી પરંપરીત)

 

ક્યારેક તો મંજીલ પ્હોંચશું,

ને

ક્યારેક તો

એ સુખ નાનકું રુડું

પામી શકીશું…..

 

બસ એમ ધારી,

આ જીંદગી

સાવ દીધી વીતાવી.

 

ના એ મળ્યું કોઈ જરીક સુખ,

કે ના દીઠી મંજીલ પાસ આવતી.

 

ને આમ ને આમ

વીતી ગઈ પુરી

આ જીંદગી…..

 

કેવળ હાથ લાગ્યું

આ જીંદગી કેરું રહસ્ય એક :

 

આ જીંદગીનું સુખ ક્યાંય ના દીઠું,

જીવ્યા થકી મોત વધુ હશે મીઠું.

 

–––––––––––––––––––––––––––––––––––––

એક મુક્તક : (સોરઠા)

બળબળતા બપ્પોર, છાંયો એને ના મળ્યો;

કરમતણા કમજોર, ઠાઠડીએ જઈને ઠર્યા !

––––––––––––––––––––––––––––––––––––––

– જુગલકીશોર

3 comments for “એક જોડકણું

 1. June 14, 2018 at 4:46 pm

  મુકતકમાં ‘ઠર્યા’.. ને બદલે ઠર્યો હોય તો. ‘મળ્યો;’ સાથે પ્રાસમાં મળી જાય! ટાઈપો એરર હોય! આ મારી જાણ માટે ગણશો.

  • jugal kishor
   June 14, 2018 at 11:43 pm

   સોરઠામાં વચ્ચે પ્રાસ હોય છે. દુહામાં આપે કહ્યા મુજબ હોઈ શકે….ખુબ આભાર .

 2. jugal kishor
  June 14, 2018 at 11:43 pm

  સોરઠામાં વચ્ચે પ્રાસ હોય છે. દુહામાં આપે કહ્યા મુજબ હોઈ શકે….ખુબ આભાર .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *