શ્રમીકનું કાવ્ય – ૨

ઘંટીના પડ વચાળે.

 

વહેલાં જાગ્યાં,
કામે લાગ્યાં;
સવારથી બસ ઘંટીના પડ વચ્ચે કાયમ
કરમે હોય લખ્યું ત્યમ
સૌની હારે હારે
રોજ હવારે
અને બપોરે –
એમ જ હાંજે, રાતે
આખા જનમારાને દીવસ ગણીને, ખાંતે
પુરા બળદ બનીને
એક રોટલા હારુ થઈને
ઘર આખાને લઈને
મંડ્યાં રહીએ –

કોને કહીએ –

આમ જ આખું એક આયખું

વીતાવીને
આંખ પલકમાં
દીવસ-રાતની ઘટમાળાને
જીવી જઈએ ભલે,
તોય,
આ જનમારાની ભુખ;

બધાંને જીવાડવાનું કદી ન ખુટતું દુ:ખ;

કોણીએ ચોંટેલા ઈ ગોળ સરીખું સુખ….
ઈ હંધાંનો કરતાં કરતાં
વચાર,
રાતે માંડ ખાટલા  ભેળાં થાતાં –

વળી –

– સવારે વહેલાં પાછાં….

 

જુગલકીશોર.

4 comments for “શ્રમીકનું કાવ્ય – ૨

 1. vd dabhi
  May 1, 2018 at 5:13 pm

  Wahhhh saheb

 2. Triku C. Makwana
  May 2, 2018 at 6:43 am

  સરસ

 3. May 2, 2018 at 1:43 pm

  કાલે એજ ન્યુ યોર્ક ના માં ૧૯૧૧ માં લાગેલી આગ અંગેનું એક સરસ પુસ્તક પુરું કર્યું – અને આ જે આ રચના …એ અદભૂત પુસ્તકના અંતે નિષ્કર્ષ ….
  શ્રમિકો માટે આપણને સહાનુભૂતિ થાય જ. પણ એ જીવનની વાસ્તવિકતા સ્વીકારાવી જ રહી.

 4. May 2, 2018 at 1:45 pm

  સોરી…
  કાલે જ ન્યુ યોર્કના એક સૌથી મોટા ‘sweat shop’ માં ૧૯૧૧ માં લાગેલી આગ અંગેનું એક સરસ પુસ્તક પુરું કર્યું –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *