અબળાનું વસ્ત્ર

અબળાનું વસ્ત્ર**

 

દરુપદી દોડે રે બજારમાં !

દીશાયું પ્હેરીને+ દોડે એકલી, બધાં જોવે તમાશો સહકારમાં !………દરુપદી૦

 

હજ્જાર હાથીનાં બળુકાં બાવડાં,

              ખેંચે કાચા સુતરના રે તાર;

કીડીને માથે રે કટક આવડાં !

              એનો ક્યાં રે ગીયો કીરતાર ?

ટાણું ચુક્યો હરી, હરી લીધું બધું નાખ્યું પ્રહરીએ વખારમાં !……..દરુપદી૦ 

 

સદીયું વીતી ને જુગ વીતી ગયા

              સહુને સદી રે ગયો વહેવાર;

બળુકા બળુકા સૌ જીતી ગયા –

              રાંકડાં રડતાં વાર–તહેવાર;

એકલ–દોકલનો ધણી શોધવો બાકી રહ્યો બીજા હજારમાં !!……દરુપદી૦ 

 

પાંચ પાંચ વરસે રે બાવો બોલશે :

              બચ્ચા ! પ્હેરી લેજે રે શણગાર;

પાંચે આંગળીયે વેઢ પ્હેરજે –

              (તારી ‘મુઠ્ઠી’ વળશે નહીં લગાર !)

પાંચે–પંચે રહી ગઈ પાંગળી, કશું પામી નહીં રે અવતારમાં !

 

દરુપદી દોડતી રહેશે શું બજારમાં ?!

 

– જુગલકીશોર. તા. ૧૩, ૦૬, ૧૬.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

** બળાત્કારપીડીતોની વાત.

+ નીર્વસ્ત્ર

 

 

 

 

 

 

 

1 comment for “અબળાનું વસ્ત્ર

 1. May 6, 2018 at 12:10 am

  ‘કીડીને માથે રે કટક આવડાં !
  એનો ક્યાં રે ગીયો કીરતાર ?
  ટાણું ચુક્યો હરી, હરી લીધું બધું નાખ્યું પ્રહરીએ વખારમાં !’
  .
  .
  હ્રુદયદ્રાવક કહાની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *