આજની તારીખે ફેસબુકે મારાં હાઇકુઓ !

શબ્દસવારી
લેખકકાંધે; રામ,
બોલો ભૈ રામ ! 

*****

કાગડો ચાંચે
ઠોલે શબ્દને; અર્થ
કોશમાં જીવે !

*****

શબ્દ અર્થને,
અર્થ શબ્દને પુછે
ખબરાંતર.

*****

ગુજરાતીનો
ચોપડે વહેપાર
વેચાય શબ્દ.

***** 

કાવ્યનો શબ્દ
અથડાતો કુટાતો
અનર્થે શમે.

***** 

લખે ને છાપે
ગુજરાતી શબ્દને
ભણે ને હણે.

***** 

ગુજરાતીનો
નાભીશ્વાસ, ડાઘુઓ
દિવસો ગણે.

 

– જુગલકીશોર

 

1 comment for “આજની તારીખે ફેસબુકે મારાં હાઇકુઓ !

  1. September 6, 2018 at 9:02 pm

    અર્થ ગોતો મા
    અર્થનો ય અનર્થ
    થાય ભાયા હોં !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *