ફોટોગ્રાફર અને સેલ્ફી

ફોટોગ્રાફર અને સેલ્ફી

(વસંતતીલકા–સોરઠા)

તું તો હતો અવરની છબી પાડનારો,

સૌને મઢી કચકડે, ખુશી  આપનારો;

ભેળાં કરી સ્વજન, મીત્ર પ્રસંગમધ્યે –

શોભા વધારી દઈ સૌ મન રાખનારો.

 

સૌને સમાવી દઈ તારી છબી મહીં, તું

જાતે અલીપ્ત; રહી દુર જ,  ક્ષેત્રધર્મે;

તોયે રહેતું તવ સ્થાન છબી મહીં શું –

તારું હતું અટલ સ્થાન જ ક્ષેત્રકર્મે.

 

આજે હવે છબીકલા વશ ના તને રહી –

તારી કશી જરુર કોઈ રહી હવે નહીં !

‘સેલ્ફી’ તણો સમય આવી ગયો હવે જો,

જાતે પુરાઈ છબી માંહ્ય મજા લીયે સૌ !

 

ફોટોગ્રાફર બ્હાર, સૌ રહેતાં છબી માંહ્ય જો;

અવ જાતે રહી માંહ્ય, સૌને કરતો બ્હાર જો !

 

– જુગલકીશોર.

(૨૦–૦૯–’૧૮)

3 comments for “ફોટોગ્રાફર અને સેલ્ફી

 1. જાદવજી કાનજી વોરા
  September 21, 2018 at 5:58 am

  જુગલકિશોરભાઇ, બહુ જ સરસ કાવ્ય પંક્તિઓ છે. આત્મદર્શન કરવા પ્રેરે એવી ! અભિનંદન.

  • admin
   September 21, 2018 at 8:58 am

   આભાર સાહેબ.

 2. September 21, 2018 at 3:00 pm

  મજાની રચના. “સૌને સમાવી દઈ તારી છબી મહીં,
  તું જાતે અલીપ્ત; રહી દુર જ, ક્ષેત્રધર્મે;”
  હવે સ્વનું સ્વરાજ્ય આવી ગયું.
  સરયૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *