હેં, હવે કોઈ આશા બચી નથી શું, હે ગુજરાતી ?!

શુદ્ધ ગુજરાતી લખાણો  મળવાની આશા હવે રાખવા જેવી નથી. હવે લગભગ બધી જ જગ્યાએ જોડણી–વાક્યરચનાઓમાં ખામી અને અંગ્રેજી શબ્દોની ભરમારે આપણી વહાલી (?) ગુજરાતીને ક્યાંયની રહેવા દીધી લાગતી નથી. 

આ તો થઈ ભાષાની વાત.

પણ લખાણોના પ્રકારોની (સાહિત્યનાં સ્વરૂપોની) વાત તો કરવા જેવી જ જાણે રહી નથી ! હાઈકુ, ઊર્મિકાવ્ય, સૉનેટ, છંદશુદ્ધિ સહિતની છાંદસ રચનાઓ વગેરેમાં આડેધડ ગોળીબાર, કહો કે અંધારામાં વાર થઈ રહ્યાનું જણાય છે.

હમણાં હમણાં કેટલાંક લખાણો વાંચવા માટે મોકલાયાં ત્યારે જોવા મળ્યું કે નવા લેખકોની તો લીટીલીટીએ ભૂલો હતી પણ જાણીતા અને સિદ્ધહસ્ત લેખકોનાં લખાણોમાં પણ પ્રકાશકોએ લીલુંસૂકું બધું જ જવા દીધું છે ! કાચુંપાકું રાંધીને પુસ્તકરૂપે પીરસી દીધું છે ! ૨૦–૨૫ પાનાંની ઇ–પુસ્તિકાઓ પ્રગટ કરીને પુસ્તકસંખ્યા બતાવવામાં આવી રહી છે ! લેખકોને તો ન મળે પણ પ્રકાશકોને જાહેરાતને બહાને આમાંથી કમાણી થતી હશે એવું કહી શકાય ?

હવે સંખ્યા અને જથ્થો ગુણો ભરીભરીને બજારમાં વહેંચાય છે. (“વેચાય છે” એમ તો નથી કહ્યું કારણ કે વાચકો તો સમજે જ છે !)

“હવે પછી કોઈને ભાષા–સાહિત્યશુદ્ધિ બાબતે ટીકાટકોર કે કચકચ કરવાનો અધિકાર નથી” એવી જાહેરાતની જ જાણે રાહ જોવાઈ રહી છે !! 

અચ્યુતમ્ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *