મારી કોમેન્ટીકાઓ : (૧) ‘મૌન’

(નોંધ : માતૃભાષા પર એક નવું પ્રકરણ શરુ કરવા મન હતું – જુદાજુદા બ્લૉગો પર મુકાયેલી મારી ટીપ્પણીઓને શોધીને તેના મુળ સંદર્ભ સાથે મુકવાનું. આ પ્રકરણ/વીચારની પાછળ શ્રી વી.કે.વોરાસાહેબની એક અછડતી ટીપ્પણી રહેલી છે ! એની વાત પણ આગળઉપર કરીશું. 

આજે તો મારી એક ઈમેઈલ–નોંધ પરથી ચાલુ થયેલી “પત્રપ્રવૃત્તી”માંની મારી એક કોમેન્ટીકા અહીં મુકીને આ નવું પ્રકરણ “મારી કોમેન્ટીકાઓ”નો આરંભ કરું છું. આશા છે કે આ કોમેન્ટીકાઓને પણ કોમેન્ટો દ્વારા માર્ગદર્શન, બળ મળતું રહેશે. – જુ.)  

––––––––––––––––––––––––––––––––––––––––––––––

jugalkishor કહે છે: (શબ્દોના પાલવડે પર પ્રીતિબહેનના પત્રલેખ પરની ટિપ્પણી)

જુલાઇ 8, 2018 પર 8:49 પી એમ(pm) (આ લીંક પણ છે તેથી જેમને પત્રાવલિનો લેખ વાંચવો હશે તે ત્યાં જઈ શકશે…)

 

મૌન

બે બોલકી પંક્તીઓ વચ્ચેનો અર્થ કાવ્યનું અભીપ્રેત મૌન ગણાય !!

દાંત ભીંસીને બળાપો કાઢતા કેટલાક મૌનવ્રતી વડીલોને નજરે જોયા છે !! આ બોલકું મૌન અસહ્ય હોય છે. તો ધ્યાનસ્થ–શા કેટલાક વ્યાખ્યાતાઓનું પીન ડ્રોપ સાયલન્સવાળું વ્યાખ્યાન પણ માણ્યું છે.

મારી લોકભારતીના શીક્ષણપ્રતીકમાં તો સૂત્ર જ છે – “ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્ શિષ્યસ્તુ છિન્નસંશયા:” !!

શબ્દનો એક અર્થ અવાજ–ધ્વની પણ છે. શબ્દ બોલે અને અર્થ અનુભવાય !

અર્થને ધ્વની – અવાજ નથી હોતો !!

આડવાત કરું તો “ઘણ રે બોલે ને એરણ સાંભળે”માં એરણ તો ટીપાય છે !! ઘણ પડે ને છતાં એરણ સાંભળી રહે. (એટલે કે સહન કરે !!!) નારીજાતીનું આ સહનકાર્ય દબાયેલા મૌનનું દયનીય ને ચીન્ત્ય પ્રતીક છે.

મર્મરતી હવા કે ફર્ફરતી વર્ષાની ફરફરને વ્યક્ત કરી શકે તેવું – કાવ્યસ્વરૂપને સાચવી શકે તેવું આ ‘પત્રસ્વરૂપ’ (‘પત્રાવલિ’) આવા મૌનવિષયને પણ કેવો ન્યાય આપી શકે છે !

 

3 comments for “મારી કોમેન્ટીકાઓ : (૧) ‘મૌન’

 1. July 11, 2018 at 2:21 am

  કોમેન્ટીકા, નવો શબ્દ, …એના પર પણ ટીપ્પણી આવવી જોઈએ. મારા તરફથી તો… સરસ.
  સરયૂ પરીખ

 2. July 11, 2018 at 2:48 am

  કોમેન્ટનો મતલબ થાય છે લખનારે પોસ્ટ વાંચી પોતે સહમત છે કે નથી અને વધારાની રજુઆત કરે છે. કોમેન્ટ મળતાં પોસ્ટ મુકનારને વધુ પોસ્ટ મુકવાની શરુઆત થાય છે. પોસ્ટ જ્યારે મોટી કે કંટાળા જનક હોય ત્યારે કોમેંટ મુકનારે જરુર જણાંવવું જોઈએ.

  મીરા અને નરસીંહ મહેતાના ભજનો સાદી અને સરળ ભાષામાં હોવાથી લોકો એને યાદ કરી વારે ઘડીએ ગાય છે પણ કવીતા કે ભજન જ્યારે સંસ્કૃત મીક્ષમાં લખાય છે ત્યારે હાંસીયામાં ચાલ્યા જાય છે.

  કોમેંન્ટનો મતલબ બીજાને પોતાનો મત વ્યક્ત કરવાની છુટ. લોકશાહીમાં આ હક દરેકનો હોવો જોઈએ અને મતદાન જેમ મત વ્યક્ત કરવો જોઈએ….

 3. July 11, 2018 at 3:36 pm

  મૌનના પણ કેટલા બધા ભાવો? અને પ્રકારો?
  સૌથી વધુ આનંદ – ‘બે બોલકી પંક્તીઓ વચ્ચેનો અર્થ કાવ્યનું અભીપ્રેત મૌન ગણાય !!’.
  જે માણી શકે તે જ જાણે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *