Author: admin

‘માતૃભાષા’ના પાને સૌ નેટલેખકોનાં લખાણો !!

હા, ‘માતૃભાષા’ http://jjugalkishor.in/ ની કૉલમોમાં હવેથી કોઈ પણ નેટલેખક પોતાનાં લખાણો – કાવ્યો, ટુંકી વાર્તા, લેખો, પત્રો, અનુભવો, અહેવાલો, અભ્યાસલેખો, રસાસ્વાદ વ. – મોકલી શકે છે.   સૌ લેખકોને ખાસ જણાવવાનું કે શબ્દોની જોડણી માટે નેટ પર ઉપલબ્ધ સગવડોનો લાભ લઈને…

‘બંસીમાં બે બોલ…..’ રસદર્શન : દેવિકા ધ્રુવ

રસદર્શનઃ   મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા……મારીo સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,…

‘ભારતીયતા’ : ચિરાગ પટેલ

ભારતીયતા (પોતાના જ મૂળ અંગ્રેજી લેખનો આ અનુવાદ કરનાર શ્રી ચિરાગ પટેલ)   ડિસેમ્બરની હાડ કકડાવતી ઠંડીના પહેલા અઠવાડિયાની આ વાત છે. હું ઑફિસના કૅફેટેરિયામાં બીજા બે ચીની મૂળના સહકર્મચારીઓ જોડે બેઠો હતો.અમે ભારતીય અને ચીની સંસ્કૃતિઓ વિષે ચર્ચા કરી…

MATRUBHASHAનાં પાને આપની રચનાઓ !

મિત્રો ! યાદ છે, થોડા સમય પહેલાં માતૃભાષાને પાને આપણે સૌ આપણી રચનાઓ – લેખો, વાર્તાઓ, કાવ્યો, નિબંધો જેવી કૃતિઓ પ્રગટ કરતાં હતાં ? આ કાર્ય ખરેખર ઉપયોગી અને પરિણામદાયી થયું હતું. પરંતુ કોઈ અગમ્ય ટૅકનિકલ કારણસર આ સાઇટ લાંબા…

રસદર્શન : ફુલનું અને કાવ્યનું અને –

”સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે; સૌંદર્યો પામતાં પહેલાં સુંદર બનવું પડે.” ફુલનું કે કાવ્યનું સૌંદર્ય એ અલબત્ત માણવાની બાબત છે. એટલે ફુલ કે કાવ્ય પાસે જઈને એના સૌંદર્યને માણવાનો અધીકાર હર કોઈનો હોઈ શકે છે. પણ ઉપરોક્ત પંક્તીઓમાં…

એક કાલ્પનીક સંવાદ !

ઘરથી સાવ નજીકમાં જ આવેલી બેંકમાં જતાં વચ્ચે આવતી હનુમાનજીની દેરીએ હાથ જોડીને પગે લાગવા જેવું કર્યું તે, (બસસ્ટેન્ડે ઉભેલા) જોઈ ગયેલા એ ભાઈએ, હું જેવો નજીક આવ્યો કે હળવેકથી પુછ્યું – તમે એમાં માનો છો ? હા, થોડુંઘણું….મેં એમને…

પતંગાબાદને એક છાપરેથી !

અમદાવાદને આ પતંગાબાદ નામે બોલાવવાનું રાખી શકાય. પણ અમદાવાદ તો બીજાં અનેક નામે બોલાવવા લાયક રહ્યું જ છે એટલે એને ફક્ત પતંગ સાથે જોડી રાખીને બાકીની બાબતોને કોરાણે થોડી મુકી દેવાય છે ? છતાં હજી ગઈ કાલે જ ગયેલી પતંગાઈને સાવ…

ગોડસે નહીં – GOD છે !

ગાંધી તારા દેશમાં ગાંધી શબ્દ વગોવાય, GOD બની જાય ગોડસે, મંદીર એનાં ચણાય. સાદી તારી જીવની, સાદી તારી વાત, તોય શકે ના જીરવી,  કેવી માનવજાત ! પગલું તારું એવડું માપ્યું નહીં મપાય, પણ એ ચરણે ચાલવું અઘરું નહીં જરાય. ચરણ-આચરણ…

બજેટ

પહેલાના જમાનામાં છાપરે, વંડીએ કે ક્યાં…..ક આજુબાજુ કાગડો બોલતો ને ઘરમાં તૈયારીઓ થતી મહેમાનોના આગમનની શક્યતાએ; બાળકોને ગળ્યું જમવાની તક ઉત્સાહ આપી દેતી ને મોટેરાંઓ  વહેવારો વીચારતા. (કાગડાને ઉડાડી મુકવાનું પાપ ગણાતું તેય યાદ…..) પછી………..તો  કાગડાનો બોલ ન ગમવાનું શરુ…