જાવડ  ભાવડ વાતો !

– હિમ્મતલાલ જોશી  “આતા”

 વર્ષો પહેલાં હું ન્યુ જર્સી ના ગામ piscataway માં રહેતો હતો. ત્યાંના સિનિયર સેન્ટરમાં હમેશાં જતો હતો   . અમેરિકાના ઘણાં સિનિયર સેન્ટરો મેં   અનુભવયાં છે.  એમાં આ સિનિયર સેન્ટર સેન્ટરને હું પ્રથમ નમ્બર  આપું છું. કેમકે  ત્યાંની  સુવિધા  મને ઉત્તમ પ્રકારની લાગી છે,  એક વખત અહીં  એવો પ્રોગ્રામ રાખેલોકે   અહીં જે જે દેશના માણસો  છે. એઓએ  પોતાના દેશની જાણવા જેવી વસ્તુઓ, કોઈ પહેરવેશ, ભોજનની વસ્તુઓ. લાવવાની  હું એક બેનને સાડી અને ઘરેણામાં  સજ્જ  થયેલી  ને  લઇ ગએલો. ભોજનમાં બૂંદીના લાડુ લઇ ગએલો. દરેકે  પોતાના દેશ વિષે કશુંક  બોલવાનું હતું. અને એવો કોઈ અનુભવ કહેવાનો હતો, પ્રશ્નોત્તરી પણ રાખેલી.  મેં મારા અનુભવમાં મને નાગ (કોબ્રા ) કરડેલો એ અનુભવ કહ્યો.  સિનિયરની સંચાલક બાઈ  કેથીએ પૂછ્યું,  જેનું લગ્ન જીવન 20 વરસથી  ચાલતું હોય એ ઊંચો હાથ કરે  ઘણાએ હાથ ઊંચો કર્યો. જેમાં મારો હાથ પણ  મેં ઊંચો કરેલો  છેલ્લે  એવું પૂછ્યું, કે  50 વરસ કરતાં  વધુ  સમયથી  જેનું લગ્ન જીવન  અકબંધ રહ્યું ન્હોય એ હાથ ઊંચો કરે. ફક્ત મારો હાથ જ  ઊંચો થયો.  કેટલાક લોકોએ મને પૂછ્યું, તમે અને તમારી વાઈફ  કેટલો સમય  ગર્લ ફ્રેન્ડ અને બોય ફ્રેન્ડ તરીકે સાથે રહેલાં. મેં તેને કીધું,  હાળા  તું  સાથે રહેવાની વાત કરે છે.  મેંતો  મારી વાઈફનું મોઢૂં  લગ્ન થયા  પછી  રાતને વખતે  જોયેલું અને એ પણ જાવડ  ભાવડ.

 

 

7 total views, 2 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *