તર્ક દ્વારા વીચારપરીવર્તન

 

                               

 

વીદ્રોહીઓ માનવસમાજને મળેલી મહામુલી ભેટ છે. અલબત્ત, દરેક વીદ્રોહી ક્રાંતીકાર નથી હોતો. ક્રાંતીકાર સમગ્ર સામાજીક–આર્થીક–રાજકીય વ્યવસ્થાના ઢાંચામાં ધરમુળથી પરીવર્તન ચાહે છે, નવનીર્માણ કરવા માગે છે. વીદ્રોહીનું શસ્ત્ર કલમ છે, ક્રાંતીકારી બંદુક પણ ઉઠાવે. ક્રાંતીકારી વ્યવસ્થાપરીવર્તન માટે બળપ્રયોગ પણ આચરે, વીદ્રોહી તર્ક દ્વારા વીચારપરીવર્તન માટે પ્રયાસ કરે છે. વીદ્રોહી એટલે પરંપરાગત વીચારો, માન્યતાઓ, વ્યવહારો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવનાર. વીદ્રોહી એટલે પરંપરાથી ઉફરા જઈ વીચારનારો અને વર્તનારો. આવા વીદ્રોહીઓનાં પ્રદાન વીના માનવી પ્રાથમીક અવસ્થામાં જીવતો હોત. તેની વીચારશક્તી કુંઠીત હોત. માનવી રુઢીઓના ખાબોચીયામાં તરફડતો હોત. તે બંધીયાર વ્યવસ્થામાં કચડાતો હોત. વૈજ્ઞાનીક પ્રગતી દ્વારા પ્રાપ્ત થયેલી સગવડો તે ભોગવતો ન હોત.

–––––––––––––––––––––––––––––––––––––

(પ્રાધ્યાપક શ્રી જયંતી પટેલના તાજેતરમાં પ્રગટ થયેલા પુસ્તક “અનવરત”માંથી સાભાર.)

 

1 comment for “તર્ક દ્વારા વીચારપરીવર્તન

  1. May 6, 2018 at 12:17 am

    વીદ્રોહી તર્ક દ્વારા વીચારપરીવર્તન માટે પ્રયાસ કરે છે. વીદ્રોહી એટલે પરંપરાગત વીચારો, માન્યતાઓ, વ્યવહારો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવનાર. વીદ્રોહી એટલે પરંપરાથી ઉફરા જઈ વીચારનારો અને વર્તનારો
    નવા તર્કબંધ વિચાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *