મહેન્દ્રભાઈ ઠક્કર : પરીચય

મુંબઈના શ્રી મહેન્દ્રભાઈ ગોવીંદજી ઠક્કર

– શ્રી લા’ કાન્ત

નોંધ : મારી નવી સાઈટની જાહેરાતના અનુસંધાને કરેલી અપીલનો બહુ જલદી પ્રતીભાવ આપીને “પરીચય” વીભાગ માટે મુંબઈના શ્રી મહેન્દ્રભાઈ ગોવીંદજી ઠક્કરનો અતી સંક્ષીપ્ત પરીચય મોકલી આપીને શ્રી લક્ષ્મીકાન્તભાઈ – આપણા જાણીતા *La’ Kant એ મને આ કાર્યમાં મદદ કરી છે. તેમના આભારદર્શન સાથે આ ટુંકો પરીચય આપ સૌ સમક્ષ મુકી રહ્યો છું

કદાચ સ્વરુપની દૃષ્ટીએ કોઈ વાચકને આ લખાણ અધુરું લાગશે પણ આ સાઈટના હેતુ મુજબ ગુજરાતીઓમાંના કોઈ પણ સારા કાર્યમાં સંકળાયેલાંઓનો અછડતો પણ પરીચય મળે તો તે પણ કામનું જ ગણીને આપણે પ્રકાશીત કરીશું. ઘણી વાર એવું બને છે કે બહુ મોટા લોકોના જ પરીચય સાંભળવા–વાંચવા આપણે ટેવાયેલા હોઈએ ત્યારે આવા પરીચયો પણ કામની  બાબત બની રહે છે. – જુગલકીશોર.

–––––––––––––––––––––––––––––––––––––

[આમ તેમનો  આછડતો પરિચય અનેક વર્ષોથી, પણ સઘનતા છેલ્લા પાંચેક વર્ષોમાં વધી. અન્યને માટે કોઈ અપેક્ષા વિના નિસ્વાર્થ ભાવે ‘ કંઈક ‘ કરવું એવી જ તેમની અંતરેચ્છાની ધજા શિરે ધારી હંમેશા ફરનારા આ અનામી અલ્પ-પ્રસિદ્ધ સજ્જન શખ્સ ફરી એક વાર લોક-ભલાઈનું કામ, જ્ઞાતિ-ગુજરાતી સમાજને માટે કરવા જઈરહ્યા છે.]

મહેન્દ્રગોવિંદ્જી ઠક્કર, ડોમ્બીવલી

[(પત્રકાર),’કલ્યાણ પ્રજારાજ’ના  ખબરપત્રી ]
આપણી જ્ઞાતિ-સમાજના પીઢ પત્રકાર,સાદગી-પરસ્ત સજ્જન,શ્રી મહેન્દ્રભાઈ ગોવિંદજી ઠક્કર​ ​

જ્યારે મન:પૂર્વક ડોમ્બીવલીના એક વયસ્ક મૂકસેવક શ્રી હીરજીભાઈ કેશવજી કોઠારીની સેવાઓને બિરદાવે છે ત્યારે, તેમના એક નાનકડા પરિપત્રને અનુસંધાને તેમના લોકલહિતૈષી- ચાહક શુભેચ્છક તરીકે અંતરતમની કઈંક ભાવનાઓ શબ્દ-અભિવ્યક્તિપામવા ઉછાળા મારી રહી છે! ​

જે હું  નથી કરી શક્યો તે તેમણે  ઘણાં વરસો  સુધી કરી  બતાવ્યું છે.  આ આટલા વર્ષો શ્રી હીરજીભાઈ કોઠારી ‘વ્યસન-મુક્તિ‘અભિયાન અને“સુચારુ સાહિત્યના-સદવાંચન”ના હિમાયતી રહ્યા છે.ચૂંટેલા સત્વશીલ પ્રેરક સાહિત્ય​ ​જે તેમણે રઘુકુળ વિશ્વ,રઘુ સમ્પર્ક, લોહાણાસૌરભ, લોહાણા-પ્રકાશ,પગથાર,પગદંડી] ‘ડૉંમ્બીવલી લોહાણા સમાજ’​ ​દ્વારા કરાવી આપી છે. આ સુક્ષ્મતયા એક સબળ પ્રક્રિયાના એક ભાગ-અંશરૂપ તેમનો અલ્પ પણ નોંધપાત્ર ફાળો છે,અને હૃદયપૂર્વક ઈચ્છે છે કે એમનું આવુંકાર્ય ચાલુ રહે. અને યુવા-પેઢી એમના આવા સમર્પિતતા-સભર સમાજ ને ઉપયોગી કઈંકનક્કર કરવાની પ્રેરણા લે…પોતાના જીવનના અનુભવો ‘શેર’ કરવા કોઈ વ્યક્તિ/સંસ્થા આમંત્રે તો ….તૈયાર છે.

આવા સુકાર્ય માં સહભાગી થવાનું કોને ન ગમે? મને મન તો થયુંજ એટલે,“તરત દાન ને મહા-પૂણ્ય” જેવું થઇ જ ગયું!!!પ્રકાશિત પરિપત્ર દ્વારા ઈચ્છુક સામાજિક ભાવના સેવતા,પરાર્થે કઈંક કરવા આતુર વ્યક્તિઓ-પદાધિકારીઓ સુધીઆ વાત પહોંચે, તેવી નેમ પ્રદર્શિત થાય છે.​

82 વર્ષના ડોમ્બીવલી નિવાસી શ્રી હીરજીભાઈ કોઠારીની સદવાંચનની લ્હાણી…

[ ડોમ્બીવલી લોહાણા સમાજ માટે લાયબ્રેરી  કાર્યાન્વિત કરવાની પહેલ]
આમ તેમનો  આછડતો પરિચય અનેક વર્ષોથી,પણ સઘનતા છેલ્લા પાંચેક વર્ષોમાં વધી.અન્યને માટે કોઈ અપેક્ષા વિના નિસ્વાર્થ ભાવે ‘ કંઈક ‘કરવું એવીજ તેમની અંતરેચ્છાની ધજા શિરે ધારી હંમેશા ફરનારા આ અનામી અલ્પ-પ્રસિદ્ધ સજ્જન શખ્સફરી એક વાર લોક -ભલાઈનું કામ,જ્ઞાતિ-ગુજરાતી સમાજને માટે કરવા ​જઈરહ્યા છે.
ઘણા વર્ષોથી, પોતાને અતિપ્રિય એવી ” વ્યસન-મુક્તિ અભિયાન ” [ હિન્દીમાં પરિપત્ર છપાવી ઝેરોક્સ કરાવી ટ્રેનમાં ,રસ્તામાં લોકોને વહેંચતા. જરૂર લાગી ત્યારે 17 દાતાઓની મદદ દ્વારા આજ સુધીમાં,જુદા જુદા સમયે 53000 આવા પરિપત્રો વહેંચ્યા છે.]
તદુપરાંત ,ચૂંટેલું તેમનું પસંદીદા સત્વશીલ,સંસ્કાર પ્રેરક સાહિત્ય  સંઘરી વ્યવસ્થિત કાલ-ક્રમવાર ગોઠવી,ફાઈલો બનાવી ,બાઈન્ડીંગ કરાવી અનેક સામાજ-સંસ્થાઓ,છાત્રાલયો,લાયબ્રેરીઓ માં ભેટઆપવાનું તેમને ગમે.મુંબઈ અને કચ્છની જુદી સંસ્થાઓમાં 135 જેટલી આવી ફાઈલો તેમણે 1993 પછી આપી છે.આ કામ તેમણે એકલે હાથે કરેલ છે. તો ઘણાય કરતા હોય છે,પણ ,આજના જમાના માં આવું સુભગ કાર્ય બહુ ઓછા લોકો કરી શકતા હોય છે.
અમુક લોકોએ તેમનું સન્માન પણ કરેલ છે. છેલ્લે,છએક  મહિના પહેલાં ” મુંબઈ સમાચાર “નાનિયમિત વાચક અને પ્રશંશક તરીકે ​”​શ્રી સંજય નીરુપમજી​”ના હસ્તે પણ અન્ય પચીસેક જણ  સાથે શાલ-શ્રીફળ સાથે  શ્રી કિશોરભાઈ દવે દ્વારા નોંધ લેવાઈ, સન્માન કરાયું .આ ડોમ્બીવલી અનેલોહાણા જ્ઞાતિ માટે ગર્વ અને ગૌરવની  ઉ લેખનીય બાબત ગણાય.

.શુભસ્ય શીઘ્રમ ! અદ્કેરી અનેક શુભેચ્છાઓ સહ …….
-લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર ” કંઈક “[ડોમ્બીવલી ]
સમ્પર્ક સૂત્ર :-

શ્રી હીરજીભાઈ કેશવજી કોઠારી,  [ મોબાઈલ નંબર :- 7303291222]

રહેઠાણ:- સી./311,રાધાનગર સોસાઈટી ,બીજે માળે,રેમંડ શો-રૂમ સામે,

માનપાડા રોડ,ડોમ્બીવલી,[પૂર્વ] પીન-કોડ :-421201,ડી:થાને,મહારાષ્ટ્ર.​

 

*La’ Kant

લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર ” કંઈક “[ડોમ્બીવલી]

4 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *