MATRUBHASHAનાં પાને આપની રચનાઓ !

મિત્રો !

યાદ છે, થોડા સમય પહેલાં માતૃભાષાને પાને આપણે સૌ આપણી રચનાઓ – લેખો, વાર્તાઓ, કાવ્યો, નિબંધો જેવી કૃતિઓ પ્રગટ કરતાં હતાં ? આ કાર્ય ખરેખર ઉપયોગી અને પરિણામદાયી થયું હતું.

પરંતુ કોઈ અગમ્ય ટૅકનિકલ કારણસર આ સાઇટ લાંબા સમય સુધી બંધ પડી હતી. પણ હવે આપણે આ જ પ્રવૃત્તિ ફરી વાર શરૂ કરી રહ્યાં છીએ !

આપ સૌ પોતાની રચનાઓ મને મારા ઇમેઇલ સરનામે મોકલશો તો – અલબત્ત, ક્રમશ: વારા પ્રમાણે એને માતૃભાષાના’ પાનાં પર પ્રગટ કરી શકીશું. (ગયા વખતે જેમણે પણ પોતાની કૃતિ મોકલી હોય પણ પ્રગટ ન થઈ હોય તેવી રચનાઓ અને તે ઉપરાંત નવી રચનાઓ પણ વહેલી તકે મોકલી આપશો.)

મારું ઇમેઇલ સરનામું : jjugalkishor@gmail.com 

 

1 comment for “MATRUBHASHAનાં પાને આપની રચનાઓ !

  1. May 12, 2018 at 2:29 pm

    મને ખાત્રી છે કે માતૃભાષા એક ઉચ્ચકક્ષાનું સાહિત્યિક ડાઈજેસ્ટ બની રહેશે. જે વેબગુર્જરીનો એક પર્યાય હશે. મારા જેવાને પણ કંઈક શીખવા મળશે. જુભાઈ હવે અટક્યા વગર ચાલુ જ રાખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *