Category: Jugalkishor

પત્ર (૯) જુગલકિશોર : શિલ્પ એટલે થીજેલું નૃત્ય અને –

પત્ર : ૯ નેટમોસાળે પત્રાવળી પીરસતી બહેનો ! ‘મોસાળે જમણ ને મા પીરસણે’ એ કહેવત તો હતી તેમાં આ પત્રાવળીની પંગતે તમે ચચ્ચાર બહેનો ભાતભાતનાં વ્યંજનો પીરસવા બેઠાં એટલે સ્વાદસુગંધની રંગત જામી. એમ જરૂર કહી શકાય કે ‘નેટ–પત્રાવળીએ મિષ્ટાન્ન અને…

પત્ર – (૫) ટપાલીનું એક જમાનામાં મહેમાનથીય વિશેષ સ્થાન હતું !

સ્નેહી બહેનો, નીનાબહેન અને દેવિકાબહેને ‘આથમણી કોરનો ઉજાસ’ પ્રગટાવીને પુસ્તકરૂપે ફેલાવ્યો ત્યારે જ મારા ધ્યાનમાં આવેલું કે આ બે બહેનપણીઓ વચ્ચે જ પત્રવ્યવહાર થયાં કરે તે જ રીતે થોડા વધુ જણાં એમાં ભેળાં થાય તો આ સાહિત્યસ્વરૂપ – પત્રવૃક્ષ –ને…

નેટજગતમાં એક વધુ પ્રયોગ : “પત્રાવળી”

મારી સાઈટ “માતૃભાષા” પર આજથી એક શ્રેણી આરંભાય છે. દેવિકાબહેન અને નયનાબહેનનું એક મજાનું પત્રપુષ્પ “આથમણી કોરનો ઉજાસ” મને ભેટરૂપે મોકલાયું તે વાંચીને બન્ને લેખિકાઓને એક અછડતું સુચન મેં કરેલું, કે હવે બેને બદલે વધુ પત્રલેખકોને સાંકળીને એક જાહેર પત્રોની…

તારાં (ફેસબુક) આંગણીયાં પુછીને જો કોઈ આવે … …

ફેસબુકીય વે’વારો   એ જી તારાં આંગણીયાં ‘પુછી’ને જો કોઈ આવે રે,                    પગલુછણીયાં એને આપજે રે જી ! ગારો આખા ગામનો લાવે રે,                …

કલ્પનાની સુંદર ગુંથણી : આભ–તાજ–શાહ–મુમતાજ !!

ગયા લેખમાં છેલ્લે કલ્પનાની વાત થઈ હતી. સર્જક કલ્પનાની પાંખે ઉડ્ડયન કરે છે ને તેથી જ તેના સર્જનક્ષેત્રને કોઈ સીમા હોતી નથી. સુર્ય પણ ન પહોંચે ત્યાં સર્જક પહોંચી જાય છે તે કહેવતનો માયનો પણ એ જ છે. એવું કહેવાયું…

કાવ્ય–સાહીત્યના સર્જન માટે જરુરી કેટલુંક

પૌષ્ટીક સ્વાદીષ્ટ કાવ્ય–થાળ માટે જરુરી વ્યંજનો !!   શબ્દ અને અર્થનું સાથે હોવું તેને કાવ્યની પ્રથમ શરત ગણી છે. કાવ્યશાસ્ત્રીઓએ એને शब्दार्थौ सहितौ काव्यम्। કહીને સમજાવી હતી. પણ આવું તો બધાંમાં બને. કોઈને ‘આવો’ કહીએ કે ‘જા જા હવે’ તો…

એક જોડકણું

(છંદ : ઉપજાતી પરંપરીત)   ક્યારેક તો મંજીલ પ્હોંચશું, ને ક્યારેક તો એ સુખ નાનકું રુડું પામી શકીશું…..   બસ એમ ધારી, આ જીંદગી સાવ દીધી વીતાવી.   ના એ મળ્યું કોઈ જરીક સુખ, કે ના દીઠી મંજીલ પાસ આવતી.…

જુભૈનું “હવે તો –”

હવે તો તારા પગ પણ તને દેખાતા નથી.   તું જેને સુખ માને છે તે તારા પેટનો વીસ્તાર માત્ર છે.   અને ચાલતા રહેવા માટે તો જેની જરુર છે તે તારા પગ તો હવે તને –   – જુગલકીશોર  

ઉનાળો (એક અકાવ્ય)

    ઉનાળો ક્યાં ક્યાં વરસશે કોણ કહેશે ? એ એની અઢાર અક્ષૌહીણી સેના લઈને તુટી પડયો છે. એની સામે લડનારાં ને જીતી જનારાં ઘણાં છે…. પણ હારી જનારાં જે છે એને કોઈ સારથી નથી. જે છે તે બધાં હથીયાર…

શીયાળે ટાઢ્યમાં ઠર્યાં ’તાં અરજણીયા !

ઋતુ–સંહાર !    શીયાળે ટાઢ્યમાં ઠર્યાં ’તાં અરજણીયા, ઉનાળે તાપમાં મર્યાં. દીવસોના દીવસો લગ વેઠ્યું કરીને હવે વૈતરણી આખરે તર્યાં.   છાપરાંની ચાયણીથી ગળતી રહી વેદના, ને                   મળતી રહી એક પછી એક  આપદાયું; છેવટ તો અબખે પડી ને પછી…