ગુજરાતી ‘આંગણા’ને પ્રસ્તારીશું ?

ગઈ કાલે ફેસબુક પર શ્રી દાવડાનો દસ વર્ષીય હેવાલ મુકીને મેં પ્રસ્તાવના તો કરી જ હતી પણ આજે આ સાઈટ ‘માતૃભાષા’ પર વધુ વાતો કહેવી છે.

અહેવાલમાં દાવડાજીએ એમના કાર્યને આગળ વધારવામાં મદદરુપ અનેક મહાનુભાવોને યાદ કરીને ઋણ ચુકવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ પ્રેરણાદાયી પ્રયત્ન હતો. ને એને જ અનુસરીને આ વાતને ફક્ત વખાણીને અટકી જવાને બદલે કેટલીક વાતો જે વર્ષોથી મનમાં રમી રહી છે તેને ફરી ફરી ફરી અહીં મુકવા મથું છું – એક ઑર પ્રયત્ન !!

નેટજગતમાં કેટલીય વ્યક્તીઓ છે જેમણે નીષ્ઠાથી ગુજરાતી ભાષાનાં ગૌરવગાન ગાવા ઉપરાંત માતૃભાષાને શોભે એવાં અનેક કાર્યો હાથ ધર્યાં છે.

આ વ્યક્તીઓની યાદી બહુ લાંબી થાય તેમ છે. પણ જેટલાં નામો યાદ આવી રહ્યાં છે તેમને અહીં યાદ કરીને આ યાદીને પૂર્ણ કરવા સૌને અપીલ પણ કરું……તો આશા છે એને જરુરી ટેકો મળશે. (નેટજગતનું ધ્યાન ખેંચે તેવી જે વ્યક્તીઓનાં સન્માન માટે મેં પ્રયત્ન કરેલો તેમાં આદરણીય રતિકાકા, વિશાલ મોણપરા, સ્વ. આતા વગેરેને સન્માનપત્રો અર્પણ કરવામાં આવેલાં.)

હમણાં તાજેતરમાં જ એક ભાઈએ ફેસબુક પર કૅમેરાનો ટુંકો ઈતીહાસ આપ્યો હતો…આ વાંચીને મને મારી જુની અપીલો યાદ આવી ગઈ જેમાં મેં અવારનવાર જણાવ્યું છે કે ગુજ. ફોન્ટ, ગુજરાતીમાં ઈમેઈલ વ્યવસ્થા, બ્લૉગ અને સાઈટોનો ઈતીહાસ–વીકાસ વગેરે અંગે સંશોધનાત્મક ઘણું કાર્ય યુવાનો હાથ ધરી શકે છે. આ બધાં કાર્યોમાં, કહું કે, ગુજ.નેટજગતમાં સ્મૃતીચીહ્નરુપ જે કાંઈ કાર્યો થયાં છે તે કાર્યોને આગળ કરીને જે તે વ્યક્ત

આજે શ્રી દાવડાની વાતને આગળ વધારતાં કેટલીક વ્યક્તીઓ કે જેમણે બ્લૉગ/સાઈટ/સામયીક વ.ના માધ્યમથી નેટજગતમાં વીશેષ કાર્યો કર્યાં છે તેમનાં નામો યાદ આવતાં ગયાં તેમ રજુ કરું છું –

સર્વશ્રી –

રતિકાકા

મૈત્રી શાહ

ઊત્તમ ગજ્જર

વિશાલ મોણપરા

હીમાંશુ મિસ્ત્રી

હિમાંશુ કીકાણી

કિશોર રાવળ

કનક રાવળ

મધુ રાય

બાબુ સુથાર

માવજીભાઈ 

રમણ સોની

ગોવિંદ મારૂ

જિજ્ઞેશ અધ્યારુ

વિવેક ટેઇલર

સુરેશ જાની

જયશ્રી ભક્તા

ધવલ વ્યાસ તથા અશોક મોઢવાડિયા

કેટલાક શ્રેણીકો/ દાતાઓ/ આયોજકોનાં નામ :

સર્વશ્રી

રામભાઈ ગઢવી

સ્વ. શ્રી મહેતા

જયશ્રીબહેન મરચંટ

પ્રતાપભાઈ પંડ્યા

બળવંત જાની

પ્રતીભાબહેન ઠક્કર

………………………………

ખાસ નોંધ :

આ યાદી પુર્ણ નથી. મારી યાદશક્તીની મર્યાદાને કારણે ઘણાં નામો રહી જતાં જ હશે. આપ સૌને આમાં ઉમેરો કરવા નમ્ર વીનંતી છે.

ઉપરનાં નામો બધાંને પરીચીત ન પણ હોય તેથી જ્યારે યાદી આગળ વધશે ત્યારે દરેક વ્યક્તીની વીશેષ કામગીરીનો પણ પરીચય ઉમેરીશું.

સૌને સહકાર માટે વીનંતી સાથે –

– જુગલકીશોર. 

 

 

 

 

 

 

 

 

ઈન્ટરનેટ યાત્રાના ૧૦ વર્ષ (પી. કે. દાવડા)

5 comments for “ગુજરાતી ‘આંગણા’ને પ્રસ્તારીશું ?

 1. September 19, 2018 at 2:14 am

  બ્લોગ ચાલુ કરવામાં ઘણાને મદદ કરનાર અને અમને વિશાલ મોણપુરાનો પરિચય કરાવનાર તરિકે હ્યુસ્ટનના તેમજ બીજા કેટલાક સાહિત્યકારો, એક નામ આપશે…..શ્રી વિજય શાહ

  સરયૂ પરીખ

  • admin
   September 21, 2018 at 2:17 am

   આ લેખમાં ખાસ કરીને વ્યક્તીઓ વીશે વાત થઈ છે. કેટલીક સંસ્થાઓ જેમ કે ‘બેઠક’. ઉપરાંત કેટલાંક સક્રીય જુથો–મંડળો કે જેમનાં કાર્યો નેટજગતને ઉપયોગી નીવડ્યાં હોય. પરંતુ મહત્ત્વની બાબત તે તો નવો માર્ગ કંડારવાની છે.

   જોકે આ આખી બાબત સામુહીક ગણાય. કોઈ એકાદ બે વ્યક્તી આ કાર્ય કરી શકે કે કેમ તે શંકાની વાત છે. આવી વ્યક્તી–સંસ્થા વીશે તમે અભ્યાસપુર્ણ વીગતો આપો તો એની વાત આગળ વધારી શકાય…..

 2. September 22, 2018 at 3:01 pm

  હીરલ શાહ, ચિરાગ પટેલ

 3. September 22, 2018 at 3:03 pm

  શિક્ષકોના ઘણા બધા બ્લોગ પણ છે – અને બહુ જ વંચાય પણ છે –
  http://evidyalay.net/teacher_sites

  • September 23, 2018 at 12:26 pm

   બ્લૉગ ઉપર જવાની વાત નથી. બ્લૉગ પણ એકધારા વર્ષોથી વીશેષ લખાણો આપતાં હોય, અન્ય બ્લૉગથી અલગ પડતા હોય તે જરુરી ખરું. શીક્ષણ કે એવી કેટેગરી પાડીએ તો ઘણા બ્લૉગને સમાવવા પડે. જોકે આ તો હજી વીચારરુપ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *