એક ઑર નીરાશાનો સુર……..

આરંભથી જ થયાં કરે છે કે નેટ પરના આ બધા આકાશી વ્યવહારો હજી હમણાંની જ વાત છે. એમાં ટૅકનીકલ બાબતો બહુ અઘરી ને અટપટી રહી છે. અમારા જેવા મોટી ઉંમરનાં અને ટૅકનીકલ વ્યવહારોથી લગભગ સાવ અજાણ લોકોથી એ બધું થઈ ન શકે… …

નેટ પર અંગ્રેજીમાં જે કામો થયાં તેને વર્ષોનાં વહાણાં વાઈ ગયાં પણ ગુજરાતી તો હજી જાણે ગઈ કાલની જ વાત છે. નેટ પર લખાયેલો ગુજરાતી શબ્દ જુનો થયો નથી. આ સાવ ટુંકાગાળામાં નેટ પર મુકાયેલું સાહીત્ય અને પ્રયોજાયેલી ભાષા અંગે ઐતીહાસીક દૃષ્ટીકોણથી કોઈ ને કોઈ મીત્રને લખવાની ઈચ્છા થાય તો તે ભાવી પેઢી માટે બહુ ઉપયોગી બની રહે.

દા.ત. આજકાલમાં જે મોટી ઉંંમરના લોકો છે તેમને ખ્યાલ નહીં જ હોય કે યુનીકોડ આવ્યા પહેલાંના ગુજરાતી ફોન્ટ કેવા હતા અને એ અક્ષરો પાડવા માટે કેવી કેવી મથામણો થતી હતી ! આજે જે ઝડપથી ને જે સગવડોથી દુનીયાને છેડે સચીત્ર વાતો પહોંચે છે તે એક દશક પહેલાં શક્ય હતી શું ?

એ જ રીતે જે લોકોએ આ ટૅકનોલૉજીનો લાભ લઈને નેટ પર સૌને માટે જે કાંઈ વીશેષ કામો કર્યાં તેની વીગતો જાણવાનું ને ઈતીહાસને ચોપડે તે બધાંને સંઘરી રાખવાનું કેટલું જરુરી છે !

ગઈકાલે મેં જે નામો મુક્યાં તેનો આશય એ લોકોએ “નવો ચીલો” પાડ્યો હતો એવું મારું માનવું રહ્યું છે……પછી તેમાં નવો ચીલો જ મહત્ત્વનો ગણાય. કેટલાંક નામોની ભલામણ આવી ત્યારે મને થયું કે જેમનું કામ ચોપડે ચડે તેવું હોય તેની જ આ વાત ગણાવી જોઈએ.

આટલી સ્પષ્ટતા પણ સાથે સાથે કરી લેવી જરુરી લાગી છે.

જોકે મારો આટલાં વર્ષોનો અનુભવ તો કહે છે કે ભાગ્યે જ કોઈ આ પ્રકારનું કામ હાથ ધરવા તૈયાર થાય !! મેં અવારનવાર ઉધામા કર્યા પણ શરુ કરીને છોડવું પડે તેવી પરીસ્થીતી સાવ સહજ બની રહી છે એટલે આ વખતે પણ અપીલ કરીને બેસી રહેવાનું જ થશે તેવો નીરાશાનો સુર વહાવીને વાત પુરી કરું !

અસ્તુ.

 

2 comments for “એક ઑર નીરાશાનો સુર……..

 1. September 22, 2018 at 3:06 pm

  અંગ્રેજીમાં જે કામ થયું છે, એનો ૦.૧ ટકા પણ આપણે ત્યાં નથી થયો. અને નોંધી લો કે , ત્યાં ગુજરાતી કરતાં બે પાંચ વર્ષ પહેલાં જ શરૂઆત થઈ હતી. વિકિ વિશે તો બધાંને ખબર છે પણ ….
  કાલે જ ઈતિહાસ અંગે આ વેબ સાઈટ જોવા મળી. અદભૂત કામ થયું છે –
  https://www.timeanddate.com/on-this-day/september/18

  • September 23, 2018 at 12:47 pm

   આપણે ગુજરાતીમાં પાછળ જ હતા. છતાં કામ તો થયાં જ છે…..જે કાંઈ થયું હોય તેની ઐતીહાસીક ધોરણે નોંધ લેવાય તો મોટું કામ થાય.
   થોડા સમય પહેલાં વિનયભાઈ ખત્રી વગેરે દ્વારા બધા બ્લૉગો માટે મતદાન દ્વારા નંબર આપવાનો પ્રયત્ન થયેલો તેણે સારી છાપ પાડેલી. એ પ્રવૃત્તી પણ એક જાતની પ્રેરણાદાયી કામગીરી જ હતી. એ મીત્રોનાં નામો પણ આ યાદીમાં મુકવાં જ જોઈએ…..

   પ્રજ્ઞાબહેન દાદભાવાળા તથા વિજયભાઈ શાહે પણ ઘણું કામ કર્યુ છે. એ સીવાય પણ સાહીત્યીક મંડળો જે ચાલતાં હોય તેને પણ ધ્યાનમાં લેવા જોઈએ.

   કેનેડામાં આપણા ગુજરાતી બ્લૉગરો–લેખકો–વાચકો અને કોઈ પ્રવૃત્તી કરનારાંનાં નામો તો મારી જાણમાં જ નથી ! મારે આમેય કેનેડાના મીત્રો સાથે સંપર્ક કરવાનો જ છે. એટલે તમારા જેવા મીત્રો મને ત્યાંના ગુજરાતીઓ અંગે જણાવે તો આભારી થઈશ…

   અમેરીકાનાં રાજ્યોમાં વીસ્તાર મુજબનાં મંડળો જેવાં કે બે એરિયા વગેરેનો પણ સંપર્ક કરવો જ છે. તો આશા રાખું કે આ કાર્યોમાં મને યાદી તૈયાર કરવામાં સૌ સાથ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *