લખો લખો લખો…..

– જુગલકીશોર. વાંચવા માટે કોઈ આવી રીતે આગ્રહ કરે તો સમજાય, પણ લેખક બનવાના તે કાંઈ આગ્રહ હોતા હશે ?! ના. લેખક કાંઈ બન્યું બનાતું નથી એ વાત સાવ સાચી પરંતુ લેખક શબ્દને જરા સમજીએ તો લેખક બનવું કાંઈ અઘરું…

આથમતા સૂરજ નિમિત્તે કેટલુંક !

આથમતા સૂરજના અજવાળે – શ્રી દાવડા ઉગતા સૂરજ અને ડુબતા સૂરજ વચ્ચે આખું આકાશ સમાઈ જાય છે. ઉગતા સૂરજસમયે, પલ પલ પ્રકાશની તીવ્રતા અને ઉષ્મા વધે છે. નવો ઉત્સાહ, નવી શક્તિઅને નવી આશાઓ સાથે ધરતી ઉપરના પ્રાણીમાત્રની ગતિવિધીઓનો સંચારથાય છે. લોકો ઉગતા સૂરજને વધાવે છે, એને પૂજે છે. ઉગતા સૂરજ સામે આખું આકાશ પડ્યું છે. સૂરજના પણ કંઈ સમણા છે. એને ઘણુંબધું કરવું છે. સમુદ્રમાંથી ખારું પાણી ઉલેચીને એને મીઠું બનાવીને ધરતી ઉપરવરસાવવું છે. ખેતરોના ઊભા મોલને ઉષ્મા આપી એને પુષ્ટ કરવા છે. સમગ્રધરતી ઉપર પ્રકાશ પાથરી, પ્રાણીમાત્રને એમના જીવનનિર્વાહ માટે કામ કરવાનીસગવડ કરી દેવી છે. સૂરજ પોતાના સમણા સાકાર કરવા સફર શરૂ કરે છે. જેમ જેમ માર્ગ કપાય છેતેમ તેમ એના જોમ અને જુસ્સામાં તીવ્રતા વર્તાતી જાય છે. મંઝીલની મધ્યમાંએને થોડો થાક વર્તાય છે. અર્ધું આકાશ તો એણે પાર કરી લીધું છે, પણ હજીઅર્ધું બાકી છે. હવે તેના જોમ જુસ્સામાં થોડી નરમાશ આવે છે. ક્યારેક પોતે જસર્જેલા વાદળ એને ઢાંકી દે છે, પણ એની મંઝીલ તરફની કૂચ જારી છે. આખરેએ આખું આકાશ પાર કરી, ક્ષિતિજે આવી પહોંચે છે. એણે પોતાની ફરજ બજાવતાં બજાવતાં, આખી દુનિયા જોઈ લીધી છે. એના એકએક કિરણમાં એનો એક એક અનુભવ સંગ્રાયેલો છે. એની પાસે સમય ખૂબ ઓછો છે.ડૂબી જતાં પહેલાં એને આ અનુભવો કોઈને કહેવા છે, પણ બધા થાકી ગયા છે. બધાપશ્ચિમ તરફ પીંઠ ફેરવીને બેઠા છે, કદાચ નવા ઉગતા સૂરજની રાહ જોઈ રહ્યાહોય. હા, થોડા રસિયા ડૂબતા સૂરજની આભા જોઈ ખુશ થાય છે, અને સૂરજ ડૂબતો જાય છે, મારી જેમ.    

ગુર્જરી ગિરા

– ઉમાશંકર જોશી   જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિનસાધુઓએ જેનાં હિંચોળ્યાં મમતાથી પારણાં,   રસપ્રભા ભાલણથી લહી જે નાચી અભંગે નરસિંહ–મીરાં– અખા તણે નાદ ચડી ઉમંગે આયુષ્મતી લાડલી પ્રેમ ભટ્ટની, દૃઢાયુ ગોવર્ધનથી બની જે, અર્ચેલ કાન્તે દલપત્તપુત્રે તે…

શારદાવંદના !

અમે તમારાં શિશુ સદાનાં – શ્રી યોગેશભાઈ ભટ્ટ (પુર્વ અધ્યાપક–ગૃહપતી લોકભારતી સણોસરા)   અમે તમારાં શિશુ સદાનાં… વંદ્ય શારદામાતા ! માટીદળથી… કમલદલે… લઈ જાઓ.. મંગલદાતા !   જનની-ઉદરે નાભિ-નાળથી પ્રથમ સુણ્યો તમ સાદ, પછી મળ્યાં તમ શ્વાસ-ધબક, જલ-અન્ન, કૃપા-વરસાદ; તમે…