પત્ર – (૪) “પત્રાવળી”માં વિચાર–વાનગી–વૈવિધ્ય !!

પ્રિય દેવી, તારા તથા રાજુલબહેનના ‘ શબ્દ ‘ વિષેના ખૂબ જ સ–રસ વિચારો વાંચ્યા. મઝા આવી. ‘ એક કરતાં બે ભલા, બે કરતાં ચાર… એ કહેવત મુજબ વધુ મિત્રો સાથે વિચારોની આપ–લે કરવાનો આ નવતર પ્રયોગ પણ ગમ્યો. જુગલકિશોરભાઈએ યોજેલો…

પત્રાવળી – (૩) પાણિયાળો શબ્દ ‘પાણી’ !!

પત્ર નં. ૩ રાજુલબેન, વાહ, વાહ! શબ્દોની સંગે સાહિત્યનો રંગ. ખૂબ ગમ્યું. તમે તો સૌથી પ્રથમ અને શીઘ્ર પ્રતિભાવક! એટલું જ નહિ રસપ્રદ અને  સાચા સાહિત્યિક મિત્ર. એ રીતે પ્રોત્સાહિત કરવા માટે પહેલાં તો આભાર…ના,ના,ના…જવા દઈએ  આ ભાર.  લો, આ…

પત્ર (૨) : પ્રત્યેક શબ્દ અલગ  સંદર્ભ આપે છે…

પત્રાવળી–૨  દેવિકાબેન,  ખુબ સુંદર શરૂઆત છે.  શબ્દ એક, એની સાથે સંકળાયેલા સંદર્ભ અનેક. શબ્દ એક, એના રૂપ અનેક. શબ્દની સાથે ગોફની જેમ ગૂંથાતા જતા એકમેકના લાગણીના તારથી જ તો આપણે અરસ-પરસને સાંકળી લઈને છીએને!  માનવ જાત બોલતા શીખી ત્યાંથી જ ભાષાનો ઉદભવ થયો હશે કદાચ તમે…

પત્ર (૧) : પતરાળીએ પીરસ્યાં પકવાન !

દેવિકા ધ્રુવ અને નયના પટેલ જેવી દુરદુર વસતી બે જુની બહેનપણીઓ વચ્ચે ઓચીંતો પત્રવ્યવહાર શરુ થાય છે અને યુકે–યુએસએ વચ્ચે બે હૈયાં પત્રમાધ્યમે ધબકે છે ! સામાન્ય રીતે કહેવાતું કે બે બહેનો વાતે ચડે એટલે પછી સમય થંભી જાય. અહીં…

નેટજગતમાં એક વધુ પ્રયોગ : “પત્રાવળી”

મારી સાઈટ “માતૃભાષા” પર આજથી એક શ્રેણી આરંભાય છે. દેવિકાબહેન અને નયનાબહેનનું એક મજાનું પત્રપુષ્પ “આથમણી કોરનો ઉજાસ” મને ભેટરૂપે મોકલાયું તે વાંચીને બન્ને લેખિકાઓને એક અછડતું સુચન મેં કરેલું, કે હવે બેને બદલે વધુ પત્રલેખકોને સાંકળીને એક જાહેર પત્રોની…

કલ્પનાની સુંદર ગુંથણી : આભ–તાજ–શાહ–મુમતાજ !!

ગયા લેખમાં છેલ્લે કલ્પનાની વાત થઈ હતી. સર્જક કલ્પનાની પાંખે ઉડ્ડયન કરે છે ને તેથી જ તેના સર્જનક્ષેત્રને કોઈ સીમા હોતી નથી. સુર્ય પણ ન પહોંચે ત્યાં સર્જક પહોંચી જાય છે તે કહેવતનો માયનો પણ એ જ છે. એવું કહેવાયું…

કાવ્ય–સાહીત્યના સર્જન માટે જરુરી કેટલુંક

પૌષ્ટીક સ્વાદીષ્ટ કાવ્ય–થાળ માટે જરુરી વ્યંજનો !!   શબ્દ અને અર્થનું સાથે હોવું તેને કાવ્યની પ્રથમ શરત ગણી છે. કાવ્યશાસ્ત્રીઓએ એને शब्दार्थौ सहितौ काव्यम्। કહીને સમજાવી હતી. પણ આવું તો બધાંમાં બને. કોઈને ‘આવો’ કહીએ કે ‘જા જા હવે’ તો…

એક જોડકણું

(છંદ : ઉપજાતી પરંપરીત)   ક્યારેક તો મંજીલ પ્હોંચશું, ને ક્યારેક તો એ સુખ નાનકું રુડું પામી શકીશું…..   બસ એમ ધારી, આ જીંદગી સાવ દીધી વીતાવી.   ના એ મળ્યું કોઈ જરીક સુખ, કે ના દીઠી મંજીલ પાસ આવતી.…

જુભૈનું “હવે તો –”

હવે તો તારા પગ પણ તને દેખાતા નથી.   તું જેને સુખ માને છે તે તારા પેટનો વીસ્તાર માત્ર છે.   અને ચાલતા રહેવા માટે તો જેની જરુર છે તે તારા પગ તો હવે તને –   – જુગલકીશોર