દર્શક : અમારા મનુભાઈ

– જુગલકીશોર.

 

દરીયાના રંગની, ઉંડું તાકતી, નીલી આંખો; અણીદાર – પોપટની ચાંચ જેવું જ કહી શકો – નાક; ઝીણો પણ તીણો અવાજ ને આઈન્સ્ટાઇનની યાદ અપાવે તેવાં ઝુલ્ફાં – પેટ જરા વધુ મોટું એટલે શરીરની ઉંચાઈ ઓછી બતાવે પણ લગરીક પણ એમને જેમણે અનુભવ્યા હોય તેઓ એમની આંબી ન શકાય તેવી ઉંચાઈ જાણીને અંજાઈ જ જાય –

સાવ સાદાં, ગળી નાખ્યાં વિનાનાં ધોતીઝભ્ભો; મોટે ભાગે ઓળ્યા વિનાના વાળ (ક્યારેક ઘસીને ઓળ્યું જોઈએ એટલે અમે મીત્રો કહીએ, ‘આજ બાપા ક્યાંક મોટી મીટીંગમાં જાવાના લાગે છે !’) – આટલી સાદગી વચ્ચે પણ એમનાં વિચારો–લખાણો ને કાર્યોનો શો વૈભવ !!

અમારા મનુભાઈનો આ બાહ્ય પરિચય.

સમુહરસોડે શાક સમારતા મનુભાઈ.

સાહીત્ય, ઈતીહાસદર્શન અને રાજકારણના ક્ષેત્રનાં ચીંતનો–લખાણોએ કરીને વૈશ્વીક કક્ષાએ બીરાજતા મનુભાઈ કેળવણીક્ષેત્રે ક્રાંતદર્શી ! પણ સૌથી વધુ તો ગામડાંનો જીવ…..વીદ્યા અને વીદ્યાર્થીઓમાં રમમાણ…..ભણાવવા બેસે ત્યારે મનુભાઈ કોઈના નૈ ! સરસ્વતીદેવીની એમની આરાધના રામકૃષ્ણદેવની કાલીભક્તીની યાદ અપાવે.

ને કપડાંની જેમ જ જીવનવ્યવહારોમાંની એમની સાદગી ! એમના વીદ્યાર્થી રહ્યાં હોઈએ એટલે તેઓ ‘આવડા મોટા માણસ’ છે તે યાદ રાખવાનું મન જ ન થાય ને !

આટઆટલાં સન્માનોથી વરાયેલા દર્શક મનુભાઈ ગાંધીવીચારે કરીને નાનામાં નાના માણસના પોતાના માણસ બની શક્યા, બની રહ્યા.

લોકભારતીનો વીદ્યાભ્યાસ છોડ્યાંને મારે વરસો વીતી ગયાં તો પણ જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે ફોન કરીને મને જાણ કરે. મળવા જઉં તો સાવ પાસે બેસાડે. ‘બુચભાઈ તને યાદ કરે છે…’ જેવી ઔપચારીક વાતથી શરૂ કરીને કેટલું……ય પુછે. આપણા સાવ અંગત માણસ બની રહે.

એક વાર મેં એમને મારા કાર્યક્ષેત્રની જાણ કરતી, ભારત સરકારની યોજનાનું સાહીત્ય જોવા મોકલેલું. શ્રમીકો માટેની – શ્રમીકોના કાર્યક્ષેત્ર ઉપરાંત એમના જીવનવ્યવહારોને પણ સ્પર્શતી શૈક્ષણીક યોજના એ હતી. લોકભારતીની સફળતા પછી ગામડાંમાં શીક્ષણ પ્રસારવાની એમની અનોખી યોજના એવી માઈધારની કામગીરી પુરેપુરી શરૂ થઈ નહોતી. મારું મોકલેલું સાહીત્ય વાંચીને, અમદાવાદ મળ્યા ત્યારે લાગલું જ કહેલું, “જુગલ, માઈધારમાં હું જે કરવા માગું છું તે પ્રકારનું જ કહી શકાય તેવું કામ તું તો કરવા માંડ્યો છે ! ત્યાં ગામડું ને ગામડાંના ઉદ્યોગો છે; તારે ભાગે શહેરી શ્રમીકો અને ઉદ્યોગો છે એટલું જ.”

એક વાર લોકભારતીમાં ઉમાશંકરભાઈ અને નગીનદાસ પારેખ પધારેલા. હું ત્યારે સાહીત્યમંત્રી હતો. અમારા ભીંતપત્ર “સમિધ”નો હું તંત્રી. સાંજે મહેમાનગૃહે તેમને મળ્યો ને કહ્યું કે સમિધ માટે આપની કવીતા આપો. તેમણે કહ્યું કે સવારે આવજો, હું આપીશ. સવારે લેવા ગયો તો નગીનભાઈ બહાર આવ્યા. મેં કહ્યું કે કાવ્ય લેવા આવ્યો છું. તેઓએ કહ્યું કે એમનું કાવ્ય તો તમને મળશે જ પણ અત્યારે તો તેઓ (ઉ.જો.) તમારું કાવ્ય વાંચી રહ્યા છે !! હું તો મુંઝાઈ ગયો. મને કહે, મનુભાઈએ તમારાં કેટલાંક કાવ્યો અમને વાંચવા મોકલાવ્યાં છે તે વંચાઈ રહ્યાં છે ! (ત્યારે ખબર પડી કે બે દીવસ પહેલાં કોઈ વીદ્યાર્થી દ્વારા મારાં કાવ્યો મનુભાઈએ શા માટે મંગાવ્યાં હતાં…..)

ઉમાશંકરભાઈએ તે રાતે જે બે નાનકડાં કાવ્યો લખેલાં તે સમિધ શબ્દના અનુસંધાને હતાં ને તેમની “સમગ્ર કવિતા”માં લોકભારતીની તારીખ સાથે સંગ્રહાયેલાં છે. પછી તો બેસાડીને મારે જ મુખે તેમણે “આ મેઘરાજ શો નૃત્ય કરે !” કાવ્યનું પઠન, મારો સંકોચ દુર કરાવીને, કરાવેલું.

મનુભાઈ અમારા સૌની વીશેષતાઓ ખોળી કાઢે. ને જાહેરમાં એની ચર્ચા કરે. અમને એવો તો પોરસ ચડે !

બાજુના ગામ સાંઢીડામાં મહાદેવનું જાણીતું મંદીર. ત્યાં શ્રાવણી મેળામાં અમે સૌ જઈએ. મોટો ધરો ચોમાસાના પાણીથી છલોછલ હોય. કાંઠે જ એક જુનું ઝાડ. મનુભાઈ ધોતીયાનો કછોટો મારીને ઝાડ પર ચડે. ત્યાંથી જે પલોંઠીયો મારે તે ઝાડની ઉંચાઈએ પાણી ઉડે ! અદોદળું ભારે શરીર. મને થાય કે મનુભાઈનો પગ લસરશે તો ? પણ અમારી ચીંતાને ગણકારવાને બદલે હીંમત આપે……હોળીમાં તો મનુભાઈને સૌ શબ્દશ: ઢસડીને જ લઈ જાય. માટીના લોંદા ડીલે ઘસીઘસીને આખા ને આખા ગારાવાળા કરી દે. પછી તો લગભગ ટીંગાટોળી કરીને કે ઉંચકીને ઘરે લઈ જાય ને વિજયાબહેનને સાદ પાડે, “લેજો માડી આ મનુભાઈ !!”

મારા અભ્યાસગાળા વખતનો ફોટો

વાતો કરવા બેસીએ તો પાર ન આવે એટલાં બધાં સંસ્મરણો હૈયે આવીઆવીને પાછાં જાય છે. પણ અત્યારે તો આટલુંક જ.

છેલ્લે સીવીલ હોસ્પીટલના બીછાને હતા ત્યારે દર્શન કરી શક્યો. મેં હાથ જોડ્યા, તો આંખોથી જ આશીર્વાદ વરસાવ્યા. તેઓ વીદાય લઈ રહ્યા છે તે વાત સહ્ય થતી નહોતી.

એમના સર્જનાત્મક સાહીત્યોમાંનાં બધાં પાત્રોમાં તો તઓ હતા જ, પણ ‘સોક્રેટીસ’માં તો તેઓ જ સોક્રેટીસ હતા. ગુજરાતી ભાષાના ઈતીહાસમાં તેઓ એક મોટા મોઈલસ્ટોન તરીકે જ ઓળખાશે. ગાંધી અને નાનાભાઈને તેમણે સક્રીય રીતે જીવી બતાવ્યા.

જમણી બાજુ છેલ્લે મૂ.મો.ભટ્ટ પાછળ જુભૈ.

 

 

એક બીજી ઈમેઈલ–સાંકળ જોઈ જઈએ !

– જુગલકીશોર

 

આતાજી અને પ્રજ્ઞાદીદી ક્યારે, ક્યાંથી શરુ વાત કરી દેશે કહેવાય નહીં ! પણ એમની વાતોને છેડે કોઈ ને કોઈ મજાનું ફળ બેસી જ જાય !! 

આજે આતાજીએ એક બહુ જ કીંમતી વાતને રમતી રેડવી દીધી ! વાત જાણે એમ બની કે –

આતાજી :

પ્રિય પ્રજ્ઞાબહેન. પ્રિય હરીશ દવે, પ્રિય સુરેશ જાની,  જુગલકિશોર  વ્યાસ, દેવેન્દ્ર ડાભી,
છેલ્લા #13  ફોટામાં મારા હાથમાં બુક છે તે ઇરાનના કવિ હાફેઝની કવિતાઓની બુક છે – दीवाने हाफिज़.  આ બુક મને એક ઈરાનની છોકરીએ  તહેરાનથી મોકલી છે.  મને મોકલવાનું કારણ :
આ છોકરીનો એક અમેરિકન મિત્ર છે. જે અમેરિકન મારો પણ મિત્ર છે. આ છોકરીએ તેના મિત્રને લખ્યું કે મને મારી બેનપણીઓ  એવું કહે છે  કે જો તું તારા હોઠ રંગીશ   તો તું બહુ સુંદર લાગીશ. મિત્રે મને  આ છોકરીના હોઠ  રંગવાની વાત કરી.  આ છોકરીને ખબર છે,  કે હું  કેટલાક  ફારસી શબ્દો  જાણું   છું.  મેં એક શેર  ફારસી લિપિમાં એ છોકરી માટે લખ્યો.   અને આ શેરનો અર્થ ઇંગ્લીશમાં  કરીને છોકરીને મોકલવાનું (મારા મિત્રને મેં) કીધું. શેર આ પ્રમાણે મેં લખેલો :

खुदाने  तुझको   दी है  हूरकि  सूरत नज़ाक़त भी
तुझे  क्या है ज़रूरत  अपने लबको रंग करनेकी.

મારા  શેરથી  એ છોકરી  બહુ ખુશ થઇ, અને મને  “દીવાને હાફેઝ”  બુક  ભેટ  મોકલી.   આ બુક કવિતાની સાથે  સુંદર ચિત્રો અને સુંદર ડિજાઇન પણ છે.  બુક ખાસી મોટી છે.

પરંતુ આતા જાણે કે આ ભેટ મળ્યા પછી પણ નીરાશાના સુર રેલાવતાં લખે છે :
‘આતાશ્રી  ઓળખાણો વધતી જ વધતી  જાશે 
અફસોસ એટલો કે તારે જવાનું   થાશે.’ 

જુઓ, કેવી મજાની વાત થઈ ! આતાજીના મીત્રો બે. એક છોકરીની સુંદરતા વધારવા માટે આતાજી મીત્ર ભાઈને એક શેર લખીને આપે છે. શેરથી ખુશમ ખુશ થઈને છોકરી આતાજીને પોતાના ચહેરાથીય અનેક ગણું મોંઘું કાવ્યપુસ્તક ભેટ મોકલે છે ! (’શેર’ ને માથે સવા શેર !!)

ને બાકી હતું તે દીદી એમની સ્મૃતીઓનો મધપુડો છંછેડે છે ! પણ આ મધપુડો પેલા સૌંદર્યાલાપને કારણે નહીં……પણ આતાજીએ છેલ્લે લખેલી બે નીરાશાભરી પંક્તીઓને આગળ કરીને છંછેડાયો છે !! 

“અફસોસ, હમ ન હોંગેં…”

ને એમ જ છેલ્લે આવી ચડે છે આ સમાપન પંક્તીઓ : 

‘सूरत नज़ाक़त भी तुझे  क्या है ज़रूरत

अपने लबको रंग करनेकी’

પણ દીદીની વાત તો અધુરી જ રહી જાય છે, પેલું ટીફીન કાંઈક લોચો મારી બેઠું હશે, એટલે જ…..

ને તેથી ટીફીનની વાતે મધુરેણ સમાપયેતને બદલે આખી ચર્ચાનું થાય છે – 

“અધુરેણ સમાપયેત !!!”

વાંચો આગળ :

દીદી ઉવાચ :

હાજી સલામ

दीवाने हाफिज़ તમારી ટીપ્પણી સાથે ઇ-બુક બનાવશો

ઠય ભજ્ઞીહમ ક્ષજ્ઞિં તાયક્ષમ શિંળય જ્ઞિંલફવિંયિ

આતાશ્રી  ઓળખાણો વધતીજ વધતી  જાશે 

અફસોસ એટલોકે તારે જવાનું   થાશે …

યાદ આવે :

યે ઝિંદગી કે મેલે દુનિયા મેં કામ ના હોંગે,

ઓફકોર્સ હમ ના હોંગે….  

અને મનમાં હરખાતા કે વાહ શું મધુરું ગીત છે!

 એક દિવસ દુનિયામાં આપણે સૌ નહીં જ હોઈએ

 ઓફકોર્સ હમ ના હોંગે ! 

પછી ખબર પડી કે જ્ઞરર ભજ્ઞીતિયનહીં પણ અફસોસછે! 

અમારા અશોકભાઇ કહે છે તેમ

યે જિંદગીકે મેલે દુનિયામેં કમ ન હોંગેઅફસોસ હમ ન હોંગે

માણો અને અફસોસ ન કરો. તમે સિકંદરની જેમ ખાલી હાથે નથી જવાના !

અમારી યાદ લઇને ...

‘सूरत नज़ाक़त भी तुझे  क्या है ज़रूरत

अपने लबको रंग करनेकी’

અમારા તબિબે મારામા ભુલ્લકડ રોગ (લઝામેર રોગ) પારખ્યો છે પણ આપના આ શેર બાદ પ્રસંગ યાદ આવે…૧૯૯૪…દિલ્હી પાસે અમારી પુત્રીને અકસ્માત…પૌત્રીનું મોત…સૂરતમા પ્લેગ ફાટ્યો અમે માસ્ક પહેરી ગયા પણ અમને જોઇ બધા ભડકતા…! થોડા દીવસે શાતા વળતા ગુરુજીના આશ્રમમા ગયા હળવાશથી બધા વાત કરતા.

મને કહ્યું-આપ  સુરત સે આયે હૈં  આપ કુછ કહેંગે  ?’ 

સાંભળી મારી આજુબાજુ બેઠેલા થોડા ગભરાઇ ગયા ! હું ઊભી થઇ તો  એક ભાઇ બોલ્યા-ઇર્શાદ…અને મેં કહ્યું –

આપકે દીદારે  સૂરત કરને

 મૈં સૂરત સે  આયી  હૂં…

મત ગભરાઓ પ્યારે

મૈં પ્લેગ નહીં પ્યાર લાઇ હૂં‘ 

 અને વાહ વાહ વચ્ચે બધા  બોલ્યા

મત ગભરાઓ પ્યારે

મૈં પ્લેગ નહીં પ્યાર લાઇ હૂં …

(ત્યાં તો)

ચાલો !

 આ   આ જી !

 બુમ પડી..

લંચ બોક્ષમાં  કાંઇ પ્રોબ્લેમ…!!!

અસ્તુ…..

                                     

 

 

નેટજગતના એક જુનાજોગીની રચના : ‘નથી આવતી.’

શ્રી યશવંત ઠક્કર એક જાણીતું નામ. એમના સંવાદો નેટજગત પર રંગત જમાવતા હતા. આજે એમની એક પદ્યરચનામાં પણ એવી જ એક રંગત છે ! વાંચતાં જ મનને ભાવી ગઈ. મારા વાચકો સમક્ષ એને મુકીને એની રંગત સૌમાં વહેંચવાનો આનંદ ‘માતૃભાષા’ પર માણવાની તક સર્જકના આભાર સાથે લઉં છું. – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(મિત્રો, ઓણ સાલ વરસાદ સારી પેઠે ખાબક્યો. પરિણામે, ગઝલ અને કાવ્યોની વાવણી પણ સારી પેઠે થઈ છે. તો મને થયું કે, લાવ્યને હુંય એકાદ કાવ્ય ઠપકારી દઉં. આજકાલ ક્યા કોઈ જોવાવાળું છે કે, કોને કાવ્ય કહેવાય ને કોને ન કહેવાય. બીક પછી કોની અમારે! તો કાવ્યનું શીર્ષક છે… ‘નથી આવતી’   – ય.

નથી આવતી… 

દૂધમાં મલાઈ નથી આવતી,
હોટલમાં સારી ચાય નથી આવતી.

શહેરમાં હાલી હાલીને થાકી જાવ
તોય રસ્તામાં ક્યાંય મુતરડી નથી આવતી.
ને ડોનનું કાંડું તો જુઓ
એ કાંડામાં દુનિયાની કોઈ હાથકડી નથી આવતી.

બસ સ્ટેન્ડ તો બાંધી દીધાં ઠેકઠેકાણે
પણ ત્યાં સમ ખાવાય બસ નથી આવતી,
મોંઘી મોંઘી હોસ્પિટલોમાં દર્દીઓ બિચારા
બેલ મારી મારીને બેવડ વળી જાય છે
તોય ડ્યૂટી પરની નર્સ નથી આવતી.

ખમણ તો કે દોઢસો રૂપિયે કિલો!
દોઢસો રૂપિયા!
તોય ખમણ પર સરખું તેલ નથી આવતું – સરખી રાઈ નથી આવતી,
ને કોલ સેન્ટર પર રિંગ મારી મારીને
વાસી રીંગણા જેવા થઈ જાવ
તોય લાઇન પર એકેય બાઈ નથી આવતી.

ફલેટનું પઝેશન મળી જવાથી શું થઈ ગયું?
મહિનાઓ સુધી લિફ્ટ નથી આવતી,
ને હજી પણ બાબુઓ ત્યાં સુધી રાજી નથી થતા
જ્યાં સુધી એમના હાથમાં ગિફ્ટ નથી આવતી.

નોટબંધી તો ગઈ ગોથાં ખાતી
પણ બજારમાં હજી ઘરાકી નથી આવતી,
કાકો એકલો આવે છે આંટા મારવા
હારે ખર્ચો કરાવે એવી કાકી નથી આવતી.

ચોખ્ખાઈની વાતું કરનારા કર્યા કરે
રસ્તે થૂંકનારને શરમ નથી આવતી,
આ તે કેવો જમાનો આવ્યો!
ગુજરાતીના ભાણામાં રોટલી પહેલાં જેવી ગરમ નથી આવતી
નરમ નથી આવતી!

મોબાઇલમાં માથું ઘાલી રાખે છે જવાની
એને બીજે ક્યાંય મજા નથી આવતી,
ઘરડાંઘરમાં વાટ જુએ છે બુઢાપો,
એને વરસમાં એકેય રજા નથી આવતી.

ટકા ટકા ને ટકા!
ટકા લાવો ટકા લાવો ટકા લાવો
માબાપની અપેક્ષામાં ઓટ નથી આવતી,
ને કુમળાં કુમળાં
સંતાનોની આત્મહત્યાના આંકડામાં
ખોટ નથી આવતી.

ખેડૂત પકવે છે મબલક પાક
પણ પાકની પડતર કિંમત નથી આવતી,
ખેડૂતના દીકરામાં ખેડૂત બનીને રહેવાની
હિંમત નથી આવતી.

પરંપરાગત કવિને અફસોસ છે એ વાતનો
કે આવી ગયાં છે કીબોર્ડ!
હવે નથી એ પેન આવતી નથી એ ઇન્ક આવતી,
ને જેટલીજીને છે ફિકર એ વાતની
કે હજી બધાંનાં આધારકાર્ડની કેમ લિંક નથી આવતી.

કેટલીય બહેનો મારે છે બજારમાં ફાંફા!
ને નાખે છે નિસાસા!
એમના ભાઈ માટે હવે
પંદર વીસ રૂપિયામાં રાખી નથી આવતી,
ને જોઈ લો આ નેતાઓ
એમની સંસદમાં ફરિયાદ છે કે
કેટલાય દિવસોથી
રાજસભામાં
‘સચિન’ નથી આવતો
‘રેખા’
નથી આવતી!

 – યશવંત ઠક્કર

‘જયભિખ્ખુ’નો અભ્યાસપુર્ણ પરીચય

કોરા કાગળ પર કંડારાયેલ અગરબત્તીની સુગંધ

– લતા હિરાણી

નોંધ : બહેન લતા હિરાણીનો પરીચય આ લેખને અંતે મુકાયો છે. એમનું સાહીત્યીક વ્યક્તીત્વ ત્યાંની પંક્તીઓમાં જોવા મળશે. પ્રસ્તુત લેખ તેમની ખંત બતાવે છે. જયભિખ્ખુ શબ્દ ઘરઘરમાં જાણીતો છે. તેમને અંગેનો આ લેખ નેટજગત માટે બહુ કીંમતી ગણું છું. – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

‘જીવતરની વાટે અક્ષરનો દીવો’ – સાડા ત્રણસો પાનાના આ દળદાર પુસ્તકને હાથમાં લેતાં જ મુખપ્રુષ્ઠ પર, જેમણે પોતાનું આખું જીવન સાહિત્યને સમર્પી દીધું હતું એવા સર્જક જયભિખ્ખુનો ચિંતનમાં રત પણ ખુમારીથી છલકાતો ચહેરો નજરે પડે. ‘સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.’ જેવો ઉમદા સંદેશ આપનાર સર્જકની જીવનકથા આલેખતું આ પુસ્તક એમના પુત્ર અને વિખ્યાત સાહિત્યકાર પદ્મશ્રી કુમારપાળ દેસાઈની કલમે આલેખાયેલું છે.

એક સાહિત્યકાર તરીકે જયભિખ્ખુને જાણવા માટે પુસ્તકનાં પાછળનાં પાનાંઓ પર અપાયેલી વિગતોના  મબલખ આંકડા પૂરતા છે પરંતુ વાંચવાનું શરૂ કર્યા પછી જેમ જેમ પાનાંઓ ફરતાં જાય છે તેમ તેમ જયભિખ્ખુના વ્યક્તિત્વની વિવિધ છટાઓ નીખરતી જાય છે અને અનુભવાય છે કે કેટલું રસપ્રદ અને બહુમુખી આ વ્યક્તિત્વ હતું ! મા વિનાના એક ગભરુ બાળકે પોતાની સિદ્ધિની કૂચકદમ ક્યાંથી આદરી ને ક્યાં પહોંચાડી ! કેટકેટલા પડકારો ઝીલ્યા અને એમાંથી પોતાની વિશિષ્ટ કેડી કંડારી ! કપરાં ચઢાણો અને નડતી વિટંબણાઓનો સામનો કેવી રીતે કર્યો ! કઈ જીવનદૃષ્ટિએ એમની વિચારધારાને અને વર્તનને સંતુલિત બનાવ્યા ! જયભિખ્ખુ કે જેમના નામે રસ્તાઓનું નામકરણ થાય છે, એમના પોતાના જીવનના રસ્તા મુકામ સુધી પહોંચતા પહોંચતા કેવા પથરાળ રહ્યા હતા, એની કહાણી આ પુસ્તકમાં પથરાયેલી  છે.

કલમના ખોળે જીવવાના કવિ નર્મદના સંકલ્પની યાદ અપાવે એવા ત્રણ મજબૂત સંકલ્પો જયભિખ્ખુના – ‘બાપદાદાની મિલકતમાંથી એક પાઈ પણ ન લેવી’, ‘નોકરી ન કરવી’, અને ‘કલમના ખોળે માથું મૂકીને જીવવું’ – આવી આકરી ટેક લેનાર જણ કેવી માટીમાંથી પેદા થયો હશે ! પોતાની કલમ પર તેઓ કેટલા મુસ્તાક હશે ? આ વિચારીએ તો  આદરથી માથું નમી જાય. પોતાની આ ખુમારી એમણે જીવનભર જાળવી રાખી. એમાં કદીય બાંધછોડ ન કરી.

કિશોરવયે ‘ભિક્ષુ સાયલાકર’ના ઉપનામથી લખવાનું શરૂ કરનાર અને યુવાનવયે પત્ની જયા અને પોતાના બાળપણના હુલામણા નામ ભીખાના જોડાણથી ‘જયભિખ્ખુ’ ઉપનામ ધારણ કરીને લેખનનો અહાલેક જગવનાર આ સાહિત્યકારે ચાર હિન્દી કથાઓ સહિત સતર નવલકથાઓ, ચોવીસ વાર્તાસંગ્રહો, ચુમાલીસ બાળસાહિત્યના પુસ્તકો, ચોવીસ ચરિત્રો, છ નાટકો, છાસઠ વિદ્યાર્થી વાચનમાળા, સોળ સંપાદનો અને બહોળું કૉલમ લેખન, આમ ગુજરાતી ભાષામાં એમણે માતબર સાહિત્યનુ સર્જન કર્યું છે. વિશ્વકોષના સર્જક ડો. ધીરુભાઈ ઠાકરના શબ્દોમાં, “જ્યાં સુધી જયભિખ્ખુને વ્યવસ્થિત વાંચ્યા નહોતા ત્યાં સુધી એમને જૈન ધર્મપંથની અસરથી રંગાયેલા માન્યા હતા પણ જ્યારે વાંચ્યા ત્યારે પ્રતીતિ થઈ કે ‘શુદ્ધ સાહિત્યના બધાંય તત્વોથી એમનું લખાણ સભર ભરેલું છે.”

પુસ્તકના શરૂઆતના પ્રકરણો આ ઈમારતની પાયાની ઈંટોએ ખમેલા પ્રહાર આલેખે છે. બાલાભાઈ એટલે કે નાયક જયભિખ્ખુનું બાળપણનું નામ ‘ભીખો’. કેટલી માનતાઓ પછી પ્રાપ્ત થયેલ ખોટના બાળકને માતાએ ‘ભીખલો’ કર્યો. બાળભીખાની માત્ર ચાર વર્ષની વયે માતાનું અવસાન થાય, મા જેવી માસીના હાથે બાળક ઉછરે પણ એય જાણે ઈશ્વરને મંજૂર ના હોય તેમ માસીય સ્વર્ગે સીધાવે. બાળકને સાચવનાર હાથો બદલાતા જાય. મામી, અપર મા અને ફોઈ… અંતે ફોઈનો આધાર ખસતો દેખાય અને બાળક વિનવે, ‘ફોઈ મને તમારી સાથે લઈ જાવ ને ! હું ક્યારેય તોફાન નહીં કરું.’ આ શબ્દો વાચકના દિલમાંય કાળી ટીસ પેદા કરે. આ  બાળકને વારાફરતી કોઈને કોઈનો પ્રેમ આમ કટકે કટકે મેળવીને સંતોષ માનવો પડ્યો. તારાઓમાં માતાને શોધ્યા કરતાં ભીખાના મનની કલ્પના કરવી જરાય મુશ્કેલ નથી.

દરેક બાળકને બાળપણમાં સતત હૂંફ અને સુરક્ષા જોઈએ એવા સમયે આવી કઠણાઈ ભોગવનાર બાળક ગભરુ ને ડરપોક બની જ જાય ! સાથે સાથે અતિસંવેદનશીલતાના બીજ પણ ત્યારે જ રોપાય. આ માતાઓએ એનામાં કંઈક ને કંઈક સચ્ચાઈના તત્વો રેડયા. મા જેવી અંબામાસી બીમાર થાય ત્યારે ગારુડીને કહી દે કે “કોઈ આપણું ભૂંડું શું કરે ? એ તો આપણા કરમ ! મારે કોઈને મૂઠ મરાવવી નથી.” અહીયાં સમાજની મનોદશાનો, અંધશ્રદ્ધાનો ચિતાર છે જ પણ આ શબ્દોએ બાળ જયભિખ્ખુના મનમાં પાયાના મૂલ્યોનું, સારા કર્મો કરવાનું, સાચી સમજણનું કેટલું મોટું ભાથું બંધાવ્યું ? ભગવદ ગીતાની કર્મની ફિલસૂફી – આપણાં કર્મો સિવાય કોઈ આપણું કંઈ બગાડી શકે નહી.  બાળકના મનમાં ઉતરી ગઈ.

આ પુસ્તકમાં તત્કાલીન સમાજનું ચિત્રણ બખૂબી આલેખાયું છે. એ સમયના રીતરિવાજો, લોકોની રહેણીકરણી, સમાજની માનસિકતા જેવી અનેક બાબતોનું સૂક્ષ્મ ચિત્રણ આખા પુસ્તકમાં ઠેર ઠેર વેરાયેલું છે, ગારુડીને બોલાવવાની સલાહ, ઘુવડ વિષેની માન્યતા, “ઘુવડને ઢેફું ન મારીશ નહીંતર એ ઢેફું કૂવામાં નાખશે અને જેમ જેમ એ પાણીમાં ગળતું જશે તેમ તેમ તું ગળતો  જઈશ.”  આ અને આવી અનેક માન્યતાઓ, શંકા-કુશંકા અને અંધશ્રદ્ધાના દોરમાં જીવતા સમાજનું જબરદસ્ત ચિત્રણ આ પુસ્તકમાં મળે છે.’ આ બધાંને કારણે પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય વધી જાય છે.

બાળપણમાં અને યુવાનીમાં જયભિખ્ખુને સાચી દિશામાં દોરનાર મિત્રોમાં ગિરજો અને પઠાણ શાહઝરીનખાનના પાત્રો વિશેષ સ્પર્શી જાય છે. ઘુવડના અવાજથી ગોદડીમાં લપાઈ મા વગરનો બાળભીખો થરથર ધ્રૂજતો રહેતો હતો. અંતે એને આ શંકા-કુશંકામાંથી કાઢી ઘુવડનું બચ્ચું હાથમાં આપીને એનો ડર ખતમ  કરતો ગિરજો એને મન મૂઠી ઊંચો થઈ ગયો હતો. ગિરજો એને શિખામણ આપે છે કે ‘મન મજબૂત રાખ. જેણે મન હાર્યું એણે જગત હાર્યું.’ આ શબ્દોએ બાળનાયકને મજબૂત બનાવ્યો. આ જ ગિરજો એક બીજા પ્રસંગે પણ એનો ગુરુ બને છે, ‘તારી દયા એ નબળાની દયા છે. મે ઘુવડને માર્યું એ તને ગમ્યું કેમ કે એ તારું દુશ્મન હતું અને વાંદરાને માર્યો એમાં તું ચિડાઈ ગયો. આવું હોય ? આપણને ગમે તે સારું અને આપણને ન ગમે તે નઠારું ! આમ ન હોય ભીખા !’

મિત્ર શાહઝરીન સાથેની અંતરંગ દોસ્તીના પ્રસંગો આ પુસ્તકનાં પાનાંઓ પર પ્રાણ પૂરે છે.  છે. શાહઝરીનના શબ્દોમાં ઇસ્લામની જીવન અને મોત સંબંધી ફિલસૂફી ઊંડાણભરી છે. “જિંદગી અને મોત બંને ખુદાની બક્ષિસ છે. બંને બાબતની કબૂલદારી હોવી જોઈએ.” એ જ શાહઝરીનના પુત્રનો  અકસ્માતે ભૂલથી જીવ લેવાય છે અને પઠાણ ‘ખૂનનો બદલો ખૂન’ લેવા પર આવી જાય છે ત્યારે યુવાન જયભિખ્ખુની શાહઝરીનને સલાહ – ‘જો દીકરાની મા ખૂનીને માફ કરે તો તમે પણ માફ કરજો.’ યુવા જયભિખ્ખુની સમજણને વાચકે દાદ આપવી પડે. આખરે શાહઝરીન જયભિખ્ખુના પગમાં પડે છે !  શાહઝરીનની પત્નીની કાબિલેદાદ હિમતનો પ્રસંગ પણ રોચક રીતે આલેખાયો છે.

બાળપણના એક પ્રસંગના આલેખનમાં જણાવાયું છે કે ગારુડી ‘વિદ્યા’ને બદલે ‘બિદ્યા ઉચ્ચારે છે અને બાળભિખ્ખુને એ બહુ ગમી જાય છે. શબ્દો સાથે પ્રીત આમ બંધાણી હશે ? જયભિખ્ખુ પાસેથી અઢળક માનવતાપ્રેરક અને મૂલ્યલક્ષી સાહિત્ય મળ્યું એના પાયામાં આ ભાવનાઓ ભરી હશે. સંદેશમાં પ્રકાશિત થતી ‘ગુલાબ અને કંટક’ કૉલમ, ગુજરાત સમાચારની ‘ઈંટ અને ઈમારત’ કૉલમ, ‘ઝગમગ’ની વાર્તાઓ કે પછી વિદ્યાર્થી વાચનમાળા અને એમણે રચેલું લગભગ અન્ય તમામ સાહિત્ય આ વાતની સાહેદી પૂરે છે. તેઓ પોતે જ કહે છે ‘સાચું સાહિત્ય એવું હોવું જોઈએ કે જે પડેલાને ઊભા કરે, થાકેલાને તાજા કરે, નિરાશાને આશાવંત બનાવે.’ જયભિખ્ખુની મૂલ્યલક્ષી સાહિત્ય રચવાની નેમ એમના પ્રત્યે વિશેષ આદર ઊભો કરે છે.

લેખકની રસાળ શૈલીમાં નાયક ભીખાની ઘડિયાળ ખોયાની ઘટના બહાદૂરીના પાઠ દર્શાવે છે તો અમુક ઘટના હાસ્ય પણ નીપજાવે છે જેમાં એક જબરા રીંછને મારવાની અને પછી ફોજદાર દ્વારા પારકી બહાદૂરીને પોતાના નામે ચડાવવાની વાત – ‘એ કંઇ છોકરાના ખેલ નથી’ અને શહેરમાંથી આવેલા સાક્ષર શિક્ષક નયનસુખશંકરભાઈનું વારેવારે ‘મારું કહેવાનું તાત્પર્ય એ હતું કે’ – નો સમાવેશ કરી શકાય. વરસોડા ગામમાં ડાકુ મીરખાંની સત્યકથામાં બાળકની આંખે ચોરના વર્ણનમાં હાસ્યરસની સાથે જબરો વાર્તારસ પીરસાય છે. બ્રાહ્મણ પાલીકાકીની વાત, એની હિમ્મત પણ સ્મરણમાં ખાસ નોંધાઈ જાય તેમ વર્ણવાઈ છે.

પુસ્તકમાં રામલીલાની વાત સરસ આલેખાઈ છે. રામલીલા એ આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ. એ કેમ ભજવાય એનું તાદ્ર્શ્ય વર્ણન આમાં મળે છે. આ રામલીલાની વાતમાં જ રામ-રાવણના યુદ્ધથી સમજાવાય છે કે માણસ ગમે તેટલો બળવાન હોય તોય એના પાપ એને પહોંચી વળવાના. આમ સાચા-ખોટાની સમજ બાળ ભીખામાં બાળપણથી રેડાતી રહી છે.  રામલીલામાં માત્ર કથાનું દર્શન નથી. હોંકારા, પડકારા સાથે બોલી બોલવાનું વર્ણન સામાજિક માનસિકતાનું બયાન કરે છે.

લેખનમાં સશક્ત રૂઢિપ્રયોગો વપરાયા છે. ‘મસાણમાં મડદા હોંકારા કરે ને ચૂડેલ રાસડા લે’, ‘એક જણ એટલે કંઈ નહીં અને બે જણ એટલે બે એકડા અગિયાર’, ‘મા જોગણી મને ખાય !’ ‘મને રૂંવે રૂંવે કીડા પડે’  જેવા રૂઢિપ્રયોગો તત્કાલીન સમય અને લોકમાનસને સાથે લઈને ચાલે છે. આ કોઈ વ્યક્તિચિત્ર નથી. આખું સમાજચિત્ર છે. કિયાડીનો કૂવો જેમાં પંદર કે મહિને દિવસે એક સ્ત્રી આત્મહત્યા કરતી, એ દ્વારા સ્ત્રીઓની દુર્દશાનો ચિતાર અપાયો છે. આમ પુસ્તકમાં નાયક જયભિખ્ખુના જીવનચરિત્રનો કથાપ્રવાહ સરસ રીતે જળવાયો છે.

જયભિખ્ખુના સાહિત્યમાં વીરરસ, શૃંગારરસ, ચિંતન, સામાજીક સમસ્યાઓ, નારી પ્રત્યેનો સમસામયિક અભિગમ, નારીની દુર્દશા, પ્રકૃતિ વર્ણનો અખૂટ ભર્યા છે. જયભિખ્ખુએ ઐતિહાસિક નવલકથાઓ ઘણી લખી છે અને એમાં લેખન પૂર્વે પૂરતું સંશોધન, નોંધો અને ચીવટપૂર્વક ઐતિહાસિક કથાનકોના સત્યપક્ષને પૂરી વફાદારી, એ એમનું જમાપાસું હતું. વાચકવર્ગને અને નવી પેઢીને દમદાર, ખુમારીભર્યું, ઉમદા સાહિત્ય પૂરું પાડવું એ એમની નેમ હતી. પોતે ધર્મનિષ્ઠ જૈન હોવા છતાં સંકુચિત અને અસહિષ્ણુ જૈનો પર કટાક્ષ કરવામાં તેમણે કસર છોડી નથી. લખવા માટેની એમની ઉત્કંઠા ખૂબ હતી એટલે લખવાના સમયની શિસ્ત જાળવવાનો એમનો પૂરો આગ્રહ રહેતો પણ સંજોગો હંમેશા એકસમાન ન રહે એ સ્વાભાવિક છે. પ્રતિકૂળ સંજોગોને કારણે ન લખાય તો એમને એનો અજંપો સતત કનડતો રહેતો. ‘કુદરત જાણે રિબાવવા ઈચ્છે છે, ધાર્યું લખાતું નથી.’ આશ્ચર્ય એ છે કે એક જૈન વણિકને આવો વિચાર આવે છે કે ‘જ્યાં રૂપિયા-આના-પાઈનો જ અહર્નિશ વિચાર થાય છે એ સમાજને સાહિત્ય સાથે કોઈ નિસ્બત ખરી !’

સાહિત્યના શરણે જ જીવન ગુજારવા માટેના સંકલ્પ કઈ ખુમારીથી એમણે કર્યા હશે ? બદલામાં કેટલી આર્થિક આપદાઓ વેઠી અને તોય એમના જીવનમાં દૃષ્ટિપાત કરીએ તો આ માનવી ભર્યા દરબારનો જણાય છે. મજલિસના માનવી જયભિખ્ખુએ મિત્રોમાં મહોબ્બત લૂંટાવી છે. ખિસ્સાનો અવાજ સાંભળ્યા વગર ઠાઠમાં જીવવાની એમણે આદત રાખી છે. દુખ, મુશ્કેલી ન દેખાવા દેવા અને મોજથી જીવવું એ એમનો જીવનમંત્ર હતો.

સર્જક જયભિખ્ખુએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, વિખ્યાત વાર્તાકાર ધૂમકેતુ, જાદુની દુનિયાના બાદશાહ કે.લાલ, પ્રસિદ્ધ ચિત્રકાર કનુ દેસાઈ, લોકલાડીલા કવિ દુલા ભાયા કાગ જેવા મહાન કલાકારોનો ખૂબ પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. જયભિખ્ખુએ રામાયણ વિષે લખેલા લેખની એક પંક્તિમાં, કાળ ભગવાન શ્રીરામને કહે છે, ‘હે રામ, નાટક પૂરું થયા પછી પાત્ર એનો એ વેશ પહેરી રાખે તો ભૂંડો લાગે’ આ વાક્ય વાંચીને કાગબાપુ એમના પર વ્હાલથી વરસી પડ્યા હતા.

સામાજિક જાગૃતિ માટે એમણે દિલથી પ્રયત્નો કર્યા હતા. પિતરાઈ ભાઈની પત્નીના મોતના સમયે એકબાજુ કાણ કૂટવાનો રિવાજ અને બીજી બાજુ સ્ત્રીના મૃત્યુના દસમા જ દિવસથી નવી સ્ત્રીની શોધ કેમ કે વિધુરની તેરમા દિવસે સગાઈ થવી જ જોઈએ એ આબરૂનો પ્રશ્ન ! આવા રૂઢ અને સંવેદનહીન રિવાજો સામે જયભિખ્ખુ પૂરો વિરોધ કરે છે. સમાજના દંભ, સ્વાર્થ અને ઉપેક્ષાવૃતિથી તેઓ દુખી થાય છે. લખે છે, ‘આવા સમાજમાં જન્મ્યા તોય શું અને મર્યા તોય શું ? જ્યાં રોટલી ઘીમાં ઝબોળીને આપી છે કે ઉપરથી એની ચર્ચા મુખ્ય હોય અને દીકરો શું ભણે છે તે વર્ષમાં એકવાર પણ પૂછાતું ન  હોય !’ અહીં સમાજસુધારક જયભિખ્ખુના દર્શન થાય છે.

જયભિખ્ખુનો પોતાના સેવક તુલસીદાસ માટેનો પ્રેમ એટલો જબરદસ્ત હતો કે તુલસીદાસના ગુમ થવાથી એમણે ગુજરાત સમાચારમાં પ્રથમ પૃષ્ઠ પર જાહેરાત અપાવી હતી, ‘જીવન તો યુદ્ધ છે. બધાં રડે છે. જલ્દી આવો. છેવટે કુશળતાના ખબર આપો. પૈસા મંગાવો. – બાલાભાઈ દેસાઈ. પોતાના સેવક પ્રત્યેનો પ્રેમ હોય કે નવા ઊગતા લેખકોને માનભર મદદ હોય, નાના-મોટાના ભેદ વગર સર્વ પ્રત્યે સમાન સ્નેહાળ વ્યક્તિત્વની અહીં ઝાંખી મળે છે. ગામથી દૂર આવેલી પોતાની સોસાયટીના વિકાસ માટે તો એમણે મહેનત કરી જ પણ ગુંડાઓના ત્રાસથી બચાવવા પણ જયભિખ્ખુની હિમ્મત અને ખુમારી જ લોકોને કામ લાગી અને તેય કદી ન ભૂલાય એવી રીતે. જયભિખ્ખુના વ્યક્તિત્વના અનેક ઝળહળતાં પાસા આ પુસ્તકમાં આલેખી પુત્રએ પિતાનું સાચું અને મનભર તર્પણ કર્યું છે.

મસ્ત ફકીર જેવા જયભિખ્ખુને પોતાનું ખુદ્દાર અને ખુમારીભર્યું જીવન એટલું વહાલું હતું કે એમણે લખ્યું છે કે “જિંદગીમાં સઘળી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે. હવે એક જ ઈચ્છા બાકી છે. લહાલહાતી ખુશાલી સાથે વિદાય લઉં. હું મારી જાતે હાથમાં પાણીનો પ્યાલો પીતો હોઉ અને દુનિયામાંથી વિદાય લઉં. ઓશિયાળાપણું મને સ્હેજે ખપે નહી.” અને એમ જ પૂરી સ્વસ્થતા સાથે, કોઈ ખાસ પીડા વગર એમને મૃત્યુ નસીબ થયું.

જયભિખ્ખુ પોતાની ડાયરીમાં નોંધ લખે છે કે ‘સંસારમાં ઓછાને મળે એવા દીકરો અને વહુ મને મળ્યા છે. જીવ જાય ત્યારે કોઈએ શોક કરવો નહીં. નનામીની પ્રથા નાછૂટકે અજમાવવી. મળી શકે તો મ્યુ.ની બસ મંગાવી એમાં દેહને લઈ જવો. એક જ દિવસે સહુને બોલાવી લેવા. લૌકિકમાં ઝાઝો ઝમેલો ન કરવો. વ્યવહારની ક્રિયાઓ ઓછી કરવી ને વ્હાલપની વધુ. રોવું કૂટવું બંધ. પત્નીએ ચાલુ વસ્ત્રો અને બંગડીઓ રાખવી. વિધવાના ચિન્હો રાખવા નહી. પહેરાવવા જે પ્રયત્ન કરે એને ચાર હત્યાનું પાપ લાગે. ગરીબોને ભોજન, પંખીને ચણ ને ગાયને ચાર નાખવી.’

એમનો આ સંદેશ વાંચીને ખુદ ઈશ્વર પેટલીકર નોંધે છે, “જયભિખ્ખુ પ્રખર સુધારક હતા. આવું કહેનારી વ્યક્તિ એના વિચારોમાં કેવી દૃઢ હશે !” કોઈપણ સમજી શકે કે એમના આચારવિચાર વચ્ચે કોઈ અંતર નહોતું. જેવું વિચાર્યું એવું જ જીવ્યા અને એવું જ મેળવ્યું. સમાજને સુધારવાના મનોરથ કરનારા ઘણા હોય છે, પોતાના જીવનમાં આચરી બતાવનારા ભાગ્યે જ કોઈ હોય. જયભિખ્ખુ એવું જીવન જીવી ગયા.

પુસ્તકમાં જયભિખ્ખુની લેખનશૈલીના અનેક ઉદાહરણો મળી આવે છે. જયભિખ્ખુની કલમે આલેખાયેલું શાહઝરીનના પત્નીનું વર્ણન જુઓ કેવું દમદાર છે !

“દેહ પર કૌવત હતું, કામીને ઊભો ડામનારું. આંખમાં જગદંબાની જ્યોત હતી. શીલાને ખાતર શૂળીએ ચડતા ન ડરનારી નારીકુળની એ દુહિતા લાગી. અદબ એની હતી. મલાજો એનો હતો.”

આજના સમયના સંદર્ભે આ ટાંકવું યોગ્ય જણાય છે. જયભિખ્ખુએ પોતાની ડાયરીમાં એકવાર નોંધ્યું છે, ‘ઈર્ષ્યા એ ગુજરાતનાં લેખકોનો મુખ્ય ગુણ છે. બીજાના સારામાં કદી રાજી થતાં નથી. ખટપટ, ખુશામતથી જીવનારા અને એકબીજાની ઓળખાણથી આગળ વધનારા છે.’ અને પછી તરત એ લખે છે ‘વિરોધ જ માનવીને આગળ વધારે છે.’

જયભિખ્ખુ સાથે સંકળાયેલ કેટલી મોટી પાત્રસૃષ્ટિ આ પાનાઓ પર પથરાઈ છે ! એમની શબ્દછબીઓ જીવંત લાગે છે. એમના ચરિત્રોનો ઉઘાડ અને રસપ્રદ વર્ણનોથી પ્રસંગોનું આલેખન એક નવલકથાના પ્રવાહની જેમ આ પુસ્તકમાં સડસડાટ વહે છે. નાયકના જીવનની ખૂબીઓ અને ખાસિયતોનું વર્ણનાત્મક શૈલીએ ઝીણું ભરતકામ છે. અમુક પ્રસંગોની વાર્તાની માફક માંડીને રજૂઆત જેમ કે ગારુડીનો પ્રસંગ, રીંછ સાથેના મુકાબલાની ઘટના, કિયાડી કૂવાની વાત, કિમતી ઘડિયાળ પાછું મેળવ્યાની વાત, મીરખા બહારવટિયાની અને પાલીકાકીના સાહસની વાત , ભૂત પ્રેત અને ચમત્કારોની તથા ભૂત કાઢવાના પ્રયોગોની રહસ્યમય રજૂઆત…જેને વાચક ભૂલી શકે નહીં. ઉત્તર ગુજરાતનું વરસોડા ગામ, તેની ભાગોળ, આસપાસના જંગલો, થોડેક આઘેરી વહેતી સાબરમતી નદી, ભેંકાર કોતરો, શિવપુરી આશ્રમની આસપાસના જંગલો આ બધામાં પ્રકૃતિ વર્ણનો કથાને ઉપકારક બન્યા છે.

જયભિખ્ખુના ખુમારી અને ખુદ્દારીભર્યા પ્રસંગો, એમની મૂલ્યનિષ્ઠા, જીવનદૃષ્ટિ, ધર્મપરાયણતા, પરગજુપણું, મૈત્રીભાવના, નિખાલસતા જેવા ગુણોને ચિત્રીત કરતાં અનેક પ્રસંગો આ ગ્રંથને ઉમદા માનવીય મૂલ્યોનો દસ્તાવેજ સાબિત કરે છે તો યુવાનવયથી એમનામાં દૃઢાયેલો મસ્ત ફકીર જેવો મિજાજ વાચકને અભિભૂત કરે છે. સત્ય ઘટનાઓ અને રોચક દૃષ્ટાંતોને કારણે આ પુસ્તક જરાય શુષ્ક બનતું નથી. લેખક આ પુસ્તકમાં પૂરતી કાળજી રાખે છે કે જીવનચરિત્રનું એકધારાપણું પુસ્તકમાં પ્રવેશે નહીં. એને બદલે ઘટનાઓનું પ્રવાહી આલેખન અને રસાળ શૈલી આ પુસ્તકને વાચકપ્રિય બનાવે છે. ખૂબ ઊંચા ગજાના આ સર્જકે પોતાની કલમથી જૈન સાહિત્યની ખૂબ મોટી સેવા કરી પણ સાથે સાથે સાંપ્રદાયિકતાના દાયરામાંથી બહાર નીકળી પોતાની કલમથી સતત માનવધર્મને આંબ્યો. એમણે ગુજરાત સમાચારમાં શરૂ કરેલી ‘ઈંટ અને ઈમારત’ કૉલમ તેની ગવાહી પૂરે છે.

આ પુસ્તક છે, સમાજે વધાવેલા એક સર્જકના જીવનચરિત્રનું, એક સાહિત્યકાર પુત્રે પોતાના સાહિત્યકાર પિતાને અર્પેલા અર્ઘ્યનું અને એમાં ક્યાંય શુષ્કતા સ્પર્શતી નથી. પ્રસંગો, ઘટનાઓનો પ્રવાહ ભાવકની રસવૃત્તિને બરાબર જકડી રાખે છે. એક નવલકથાના પ્રવાહની જેમ એ વહ્યું જાય છે એ લેખકની સિદ્ધિ છે. નાયક જયભિખ્ખુની  ડાયરીના ટાંચણોના ટેકે અને જયભિખ્ખુના જીવન સાથે વણાયેલા લોકો પાસેથી મળેલી માહિતીના આધારે લેખકની કલમમાંથી પ્રાસંગિક વર્ણનો અને ક્રમબદ્ધ ઘડાતા જતા પિતાના વ્યક્તિત્વનો આલેખ તટસ્થતાથી પાનાંઓ પર પથરાય છે. આ ઘણું કપરું અને સતત સજાગતા માંગી લે એવું કામ છે. તારીખ વાર સમય સાથેના ડાયરીના ઝીણવટભર્યા ટાંચણો બતાવે છે કે આ આખો જીવનવૃતાંત મોટાભાગે એના આધારે લખાયો છે. ઘટનાઓ, હકીકતો, વિગતો અને પાનાઓ પર પથરાયેલા જે તે સ્થળના ફોટાઓથી આ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય વધી જાય છે. પુસ્તકમાં પ્રાણ ફૂંકવાની સાથે સાથે જીવનચરિત્ર આલેખનની શરતો અને મર્યાદા બંને સાચવવાનું કપરું કામ લેખકે બખૂબી નિભાવ્યું છે.

 

લતા હિરાણી : પરિચય

ગુજરાત સાહિત્ય અકાદમીમાં કારોબારી સભ્ય; આકાશવાણી અને દૂરદર્શનમાન્ય કલાકાર.

દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, નવચેતનમાં કૉલમલેખન.

કુલ ૧૪ સર્જનોમાં રાષ્ટ્રીય સાક્ષરતા મિશન અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત પુસ્તકો.      

ઈમેઈલ સરનામું : Lata J. Hirani <lata.hirani55@gmail.com>

અગત્યનાં બ્લૉગ–સાઈટ્સ

કેટલાંક બ્લૉગ્સ/સાઈટ્સઃ

વાચનયાત્રા

http://sites.google.com/site/vachanyatra/

નયામાર્ગ

http://sites.google.com/site/vachanyatra/home/nayaa-maarg

સદ્ભાવના સાધના

http://sites.google.com/site/vachanyatra/home/-sadbhavna-sadhna

સલામતી

http://sites.google.com/site/vachanyatra/home/salamati

પહેલું સુખ

http://sites.google.com/site/pahelumsukha/

શીવામ્બુના અંકો

http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-shivambu

ધી હોલીસ્ટીક હીલરના અંકો

http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-thh

હોલીસ્ટીક હીલીંગ હેલ્પ્સના અંકો

http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-hhh

સર્વાંગી સ્વાશ્રયી સ્વાસ્થ્યના અંકો

http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-sss

ભાષાવીચાર

http://sites.google.com/site/bhashavichar/

વીવેકપંથી

http://sites.google.com/site/rationalistsociety/home/vivek-panthi

વૈશ્વીક માનવવાદ

http://sites.google.com/site/rationalistsociety/home/vaishvik-manav-vad

સત્યાન્વેષણ

http://sites.google.com/site/rationalistsociety/home/satyanveshan

રૅશનલ સમાજ

http://sites.google.com/site/rationalistsociety/home/rational-samaj

સન્ડે – ઈ – મહેફીલ

http://sites.google.com/site/semahefil/

ભગવદ્ગોમંડળ

http://www.digitalbhagwadgomandal.com/

ગુજરાતી લેક્સીકોન

http://www.gujaratilexicon.com/

મેહુલ ભટ્ટનો બ્લોગ

http://uttung.wordpress.com/

ગાયત્રી જ્ઞાનમંદિર

http://gaytrignanmandir.wordpress.com/

સૌને સાંકળતી બહુ ઉપયોગી કડી

“ગુજરાતી બ્લોગ જગતને એક તાંતણે બાંધતી કડી”

ગુજરાતી કવિતા અને ગઝલ

http://gujaratikavitaanegazal.ning.com/

પરમઉજાસ

http://paramujas.wordpress.com/

પંચમનો બ્લોગ

http://spancham.wordpress.com/

નીરવરવે

http://niravrave.wordpress.com/

ગાંડાભાઈ વલ્લ્ભ

http://gandabhaivallabh.wordpress.com/

અમીઝરણું

http://amitpisavadiya.wordpress.com/

હેમકાવ્યો

http://hemkavyo.wordpress.com/

ગંગોત્રી

http://saryu.wordpress.com/

લોકભારતી

http://lokbharati.wordpress.com/

સારસ્વત પરિચય

http://sureshbjani.wordpress.com/

ગદ્યસુર

http://gadyasoor.wordpress.com/

મારાવિચારો…

http://kartikm.wordpress.com/

મિત્રાનંદસાગર…

http://munishrims.wordpress.com/

લેસ્ટર ગુર્જરી

http://leicestergurjari.wordpress.com/

મા ગુર્જરીના ચરણે

www.gopalparekh.wordpress.com

કરુક્ષેત્ર

http://brsinh.wordpress.com/

SWORD OF RAJPUT

http://brsinh.blogspot.com/

Zankar09’s Blog

http://zankar09.wordpress.com/

રણકાર
http://shil1410.blogspot.com/

વિજયકુમાર દવેના બ્લોગ્સ

http://vijaykumardave.blogspot.com

http://gujaratikavitayen.blogspot.com/

રુપેન પટેલનો બ્લોગઃ જ્ઞાનનું ઝરણું

http://rupen007.wordpress.com/

દેવિકાબહેન ધ્રૂવનો બ્લોગ ‘શબ્દોને પાલવડે’

http://devikadhruva.wordpress.com/

પારુબહેન કૃષ્ણકાંતનો બ્લોગ

Piyuninopamrat’s Blog

શ્રી સપનાનો બ્લોગ

http:kavyadhara.com.

‘સાગર’ રામોલિયા
http://www.sagarramolia.gujaratiblogs.com

Ramesh Patel (Aakashdeep)

http://nabhakashdeep.wordpress.com/

ગોપાલ પારેખનો બ્લોગ

http://www.gopalparekh.wordpress.com

મુકેશનું મનોમંથન

http://simplyyyystupid.wordpress.com/

CRCDHASA’S  BLOG

http://crcdhasa.wordpress.com/

પ્રદીપ બ્રહ્મભટ્ટનો બ્લોગ

http://pradipkumar.wordpress.com/

અરવિંદ અડાલજાનો બ્લોગ

http://arvindadalja.wordpress.com/

શ્રી અશોક રાઠોડનો બ્લોગઃ ગુજરાતી ચહેરો

http://ashokkrathod.blogspot.com/

ગુજરાતીસંસાર ગૃપ ( કોમ્યુનિટી )

http://www.gujaratisansar.com/

શ્રી પરેશ જોશીનો બ્લોગ

http://paresh08.blogspot.com/

શ્રી વિપુલ દેસાઈનો બ્લોગ

http://suratiundhiyu.wordpress.com/

ડૉ. કિશોરભાઈ એમ. પટેલના બે બ્લોગ્સ

૧)  http://shikshansarovar.wordpress.com

૨) www.drkishorpatel.com

શ્રી  સંજયસિંહ ગોહિલનો બ્લૉગ

http://sanjaysinhgohil.wordpress.com/

શ્રી pgavaniyaનો બ્લૉગ

http://prashantgavaniya.blogspot.in

શ્રી વિનોદભાઈ પટેલનો બ્લૉગ

http://vinodvihar75.wordpress.com/

શ્રી નિરવનો બ્લૉગ

http://niravsays.wordpress.com/

શ્રી બઝમેવફાનો બ્લૉગ

http://bazmewafa.wordpress.com/

શ્રી સ્વપ્ન જેસરવાકરના બ્લૉગ

(૧) પરાર્થે સમર્પણ= http://swapnasamarpan.wordpress.com

(૨) ગોદડિયો ચોરો = http://godadiyochoro.wordpress.com

શ્રી કેદારસિંહનો બ્લૉગ

http://www.kedarsinhjim.blogspot.in/

http://gkmaza.blogspot.in/

પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ.
http://pravinshastri.wordpress.com.

ગોવીંદ મારુનો બ્લૉગ ‘અભીવ્યક્તી’

http://govindmaru@wordpress.com

મિથુનભાઈનો બ્લૉગ

http://www.mspatel09.in/

શ્રી ધુફારીના બે બ્લૉગ્સ : (બીજો તે કચ્છી સ્વરચનાઓનો)

http://dhufari.wordpress.com
http://kachchhi.wordpress.com

vishnu sankhalaનો બ્લૉગ

http://maralekh.blogspot.comhttp://maralekh.blogspot.com

રાજકારણમાં પડવાનું રહેવા દેજે, નીખીલ !

– જુગલકીશોર.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સ્નેહી નીખીલ,

ઘણા સમય પછી આ લખવા બેઠી છું. પણ લખવું અ–નીવાર્ય બની રહે તેવા સમાચાર જાણ્યા એટલે ન રહેવાયું !

તારા નીર્ણયો અંગે મારે ભાગ્યે જ કશું કહેવાનું રહ્યું છે. આપણી મૈત્રી પણ આ જ મુદ્દા ઉપર થઈ છે અને ટકી છે. આપણા બન્નેના નીર્ણયો હંમેશાં એકબીજાંને અનુકુળ જ રહ્યા છે ને રહેવાનાય છે એમાં શી શંકા ?

પરંતુ તારો આ છેલ્લો નીર્ણય –

હા, છેલ્લે તેં નક્કી કર્યા મુજબ તું રાજકારણમાં સક્રીય થવાનો છે તે જાણીને પહેલાં તો મને જાણે દીવસે સપનું આવ્યું હોય તેવું લાગ્યું ! પરંતુ બાપુજીના ફોનને આધારે આ વાતની ગંભીરતા સહેજે સમજાઈ અને એટલે જ વીના વીલંબે આ પત્ર !

રાજકારણ એ આમ જોવા જઈએ તો સક્રીયતાનો જ વીષય છે. જે લોકો રાજ કરવા માગે છે તેમણે લોકોનો મત લેવા બાબતે સક્રીય થવું જ પડે તો એ જ રીતે દેશના સામાન્યમાં સામાન્ય માણસે પણ, ભલે મતદાન કરવા પુરતું હોય, છતાં સક્રીય તો થવું (ને રહેવું) જ પડે…..ને એ દૃષ્ટીએ તો હુંય સક્રીય હોઉં જ ને છું જ. પરંતુ મતદાતા તરીકેની સક્રીયતા એક બાબત છે ને રાજકીય પક્ષોમાં ભળી જઈને સક્રીય થવું તે બીજી બાબત છે. તારી સક્રીયતા જે મેં જાણી તે આ બીજા પ્રકારની છે ને એટલે જ આ લાંબો પત્ર લખવા બેસી ગઈ છું.

તું જે પક્ષે ભળવા ધારે છે તેમાં તારી ભુમીકા શી હશે વારુ ? તું ચુંટાઈને નેતા બને તે વાતમાં તો માલ જ નથી ! તે તારા સ્વભાવમાં તો નથી જ બલકે તેમાં તારી આવડત પણ હોય તે બાબતે હું શંકાશીલ છું !! તો પછી તારું પક્ષીય રાજકારણમાં જોડાવાનું લક્ષ્ય શું હોઈ શકે ? તું શું કોઈ પણ પક્ષનો પ્રચાર કરી શકીશ ખરો ? આજના રાજકીય પક્ષોમાં કોઈનો પણ પ્રચાર કરવા જેવો તને લાગ્યો છે ? મારે તો તને તું કયા પક્ષે જોડાવા ધારે છે તેય પુછવું નથી ! કયો પક્ષ તારા વીચાર ને આજ સુધીના તારા આચાર સાથે બંધ બેસશે ? મને તો સમજાતું નથી ! આજે એવી કોઈ રાજકીય જગ્યા છે ખરી જ્યાં પલોંઠી વાળીને બેસી શકાય ?

અલબત્ત કેટલાક લોકો મથે છે, રાજકારણમાં શુદ્ધીનાં સપનાં સેવતાં સેવતાં. એ લોકો બહુ મોટી લઘુમતીમાં છે. કહું કે નગણ્ય લઘુમતીમાં ! એમનો કોઈ ભાવ પણ પુછતું નથી ને છતાં એ લોકો મથી રહ્યાં છે, ને મથશે પણ ખરાં…..પરંતુ આવા લોકોને થઈ રહેલી હેરાનગતી તો તું જાણતો જ હઈશ. નવો ચીલો ચાતરીને કોઈ પક્ષ જીતે છે તો પણ એમને બેસાડી દેવામાં ને એમને નીષ્ક્રીય કરી દેવાના પેંતરામાં કશું બાકી નથી રાખતા એ લોકો કે જેમને રાજકારણ એક વ્યવસાય માત્ર છે !

તું કોનો પ્રચાર કરીશ ?! તું કયા મુદ્દા પર સાથ આપીને એમને માટે આગળ આવીશ ? એમનો કયો ભુતકાળ તને પ્રેરણા આપશે ? વર્તમાનની તો વાત જ કરવાની નથી ત્યારે –

કેટલાંક સેવાકાર્યોના જોરે ને કેટલાંક વચનોની લાલચે ને બીજા પક્ષોની બદબોઈના માધ્યમે કરીને જે લોકો જીતવા માગે છે તેમાં મારાતારા જેવાની કામગીરી ક્યાંય પણ મૅચીંગ થશે શું ?!

ચુંટણીઓના પડઘમ વાગી જ રહ્યા છે ત્યારે તને જોમ ચડી જાય તે સમજી શકું છું પરંતુ એ જોમ ને જોશનો માર્યો તું હોશ પણ ગુમાવી બેસે તેવી શક્યતા જોતી હું તને આમ પત્ર લખીને અટકાવું કે નાહીંમત કરું તો એને એક મીત્રની ફરજનો ભાગ ગણીને ક્ષમા આપજે ! બાકી તો –

સસ્નેહ, સાપેક્ષા,

– ક્ષમા.

ગામનાં છોકરાઓના શિક્ષણને ખાતર !!

– ધનસુખ ગોહેલ.

ભાવનગરના હશે એને, ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ સરાષ્ટ્ર વાળાને ખબર હશે કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનું  ટ્રેનીંગ સેન્ટર ને એમ.ડી.નો બંગલો જ્યાં હતો એ રોડ પર ડાબી બાજુ ફૂલવાડી માં એક  બોર્ડીંગ આવે છે જેનું નામ ”રામકૃષ્ણ જેઠાલાલ જોશી બોર્ડીંગ” છે.

આ રામકૃષ્ણ જેઠાલાલ એટલે પ્રખ્યાત કવિ જગદીશ જોશીના પિતા. મૂળ એ મોટા ખોખરાના ને બજારગેટ સ્કૂલ મુંબઈ ચલાવતા.

રામકૃષ્ણભાઈ વરસોથી મુંબઈ સ્થાયી થયેલા. આ લખનારે એમને પહેલાં જે  હેન્ડલ મારો ત્યારે શરૂ થાય એવી બસમાં મુસાફરી કરતા જોયા છે. સાવ સીધા માણસ. માથે કથ્થાઈ કલરની ટોપી, ઝબ્બો, બંડી, ધોતિયું ને પગમાં ચપ્પલ. આ એમનો પેરવેશ.

હું, મારા કાકા નાનજીભાઈ, પ્રભાતગર મહારાજ, હીરાભાઈનો નટવર, મગનભાઈ લુવારનો દીકરો નારણ, રામદાસ બાપુનો દીકરો દલપત, નારૂભાના બે દીકરા નામે ચંદુભા વાછાણી ને ધીરુભા વાછાણી (જે છેલ્લે પોલીસમાં વરતેજ  હતા). ચંદુભા પ્રાથમિક શિક્ષક થયા. આ રામકૃષ્ણ ભાઈએ પ્રાથમિક સ્કૂલ શરૂ કરવા પોતાનું સરસ મકાન મોટા ખોખરાને એક પૈસો લીધા વિના આપી દીધેલું ત્યાં અમે સૌ ૧૯૫૯ માં ભણેલા. સ્કૂલ સાત ધોરણ સુધીની હતી. મકાન જુઓ તો સાતેય કોઠે દીવા થાય. ને જાણે ભૂખ્યાં ને તરસ્યાં બેઠા રહીએ.

એ વરસોમાં પણ લાખોની કિંમત થાય એવું ટકોરાબંધ મકાન રામકૃષ્ણ ભાઈએ મોટા ખોખરાને સોંપી દીધેલું.

સાચા કેળવણીકાર આને કેવાય. કેટલી ચિંતા હશે પોતાના ગામ ને આસપાસનાં ગામોના વિદ્યાર્થીઓની ?! અમારા નાના ખોખરાથી મોટા ખોખરા દૂર નથી. માંડ ત્રણ/ચાર કિલોમિટર હોય તો. અમે સૌ નાના ખોખારાથી મોટા ખોખરા અપ ડાઉન કરતા.

ધન્ય છે રામકૃષ્ણ ભાઈને.

 

અમારી વાત

વહાલાં વાચકો !

દસ દસ વરસ વીતી ગયાં, આપ સૌની આસપાાસ વીંટળાયાંને !

આજે, આ નવો આરંભ એ કેવળ અગીયારમા વરસ  પુરતી વાત નથી. ગઈ કાલ સુધી  “NET–ગુર્જરી” શીર્ષકથી અને https://jjkishor.wordpress.com/ – આ સરનામે આપ સૌ સમક્ષ રજુઆતો થતી હતી…….

પરંતુ હવેથી, એટલે કે મારા દસ વરસના અનુભવ પછી, આ એક નવી સાઈટ દ્વારા નવા સરનામા http://www.jjugalkishor.in/ પર આપણે સૌ એકબીજાને મળી શકીશું !!

આજે આપ સૌ સમક્ષ એક સાથે કેટલીક નવી વાતો લઈને ઉપસ્થીત થયો છું.

૦૦  મારા બ્લૉગની જગ્યાએ આજથી મારી નવી સાઈટ “NET-GURJARI” એની સાર્થક ટૅગ લાઈન

“स्वान्त: सुखाय, जन सर्व हिताय, निर्झरी :

भाषा – अमारी सहुनी सहियारी – गुर्जरी !”  દવારા પ્રગટ થઈ રહી છે ! 

૦૦  કદાચ જુના સરનામે આપ જશો તો ત્યાંથી જ સીધા ઉપરોક્ત સાઈટ પર આવી શકાશે.

૦૦ આ નવીસાઈટ પર મારાં એકલાનાં લખાણો જ નહીં હોય ! આ સાઈટ પર જે કોઈ વાચક–લેખક–બ્લૉગર પોતાની રચના મુકવા ઈચ્છશે તેમને પણ એમને માટે જ ખાસ યોજાયેલા કેટેગરી વીભાગમાં એમનું લખાણ “જેમનું તેમ” ધોરણે પ્રગટ કરવા માટે સસ્મીત, સાગ્રહ નીમંત્રણ રહેશે……!!

૦૦  આ નવી સાઈટ પર ફક્ત લખાણો જ નહીં હોય પરંતુ આપ સૌના પરીચીત એવાં –

સંસ્થાઓ,

વ્યક્તીઓ,

બ્લૉગો,

પુસ્તકો,

કાર્યક્રમો,

ગામ–શહેરો,

વીસ્તારો વગેરે વગેરે બધાં અંગેનાં –

પરીચયો,

અહેવાલો,

મુલાકાતોનાં ઓડીયો–વીડીયો –

આ બધું આપ સૌ આપના નામ સાથે મોકલી શકશો !!!

૦૦  આ સાઈટ પર નીયમીત રીતે આ બધું પ્રગટ થતું રહેશે. જેમાં મારાં લખાણો ઉપરાંત આપ સૌનાં પણ લખાણો વગેરે સમયસમય પર પ્રગટ થતાં રહેશે…. 

આ પત્ર આપ સૌને એક નવી જાણકારી આપવા ઉપરાંત સસ્નેહ નીમંત્રણરુપ પણ છે.

આશા છે, આ નવો પ્રારંભ આપ સૌની શુભેચ્છા સાથે કોઈ અવનવીન કાર્યવાહીને આગળ ધપાવવામાં પ્રેરણારુપ અને મદદરુપ બની રહેશે.

આપનો, – જુ.

 

 

એક ન અવતરેલી બાળકીના ઉદગાર

– યામિની વ્યાસ

 

આંગળી પકડીને તારી ચાલવા દે,

મા ! મને તું આ જગતમાં આવવા દે ! 

 

વંશનું તુજ બીજ તો ફણગાવવા દે,

ગોરમાની છાબ લીલી વાવવા દે ! 

 

તું પરીક્ષણ ભ્રૂણનું શાને કરે છે?

તારી આકૃતિ ફરી સર્જાવવા દે ! 

 

ઢીંગલી, ઝાંઝર ને ચણિયાચોળી, મહેંદી…

બાળપણના રંગ કંઇ છલકાવવા દે ! 

 

રાખડીની દોર કે ગરબાની તાળી,

ઝંખનાના દીપ તું પ્રગટાવવા દે ! 

 

વ્હાલની વેલી થઇ ઝૂલીશ દ્વારે,

આંગણે સંવેદના મહેકાવવા દે ! 

 

સાપનો ભારો નથી : તુજ અંશ છું હું !

લાગણીના બંધનો બંધાવવા દે !

 

 

स्वागतम् !

नवी आशाओ अने अपेक्षाओ साथे –

દસેક વરસ પહેલાં, જ્યારે હજી ગુજરાતી યુની. ફોન્ટ વપરાશમાં નહોતા ત્યારે એક સારા દીવસે આ નેટજગતમાં પગલું માંડવાનું બનેલું. ઈમેઈલથી આરંભીને ધીમેધીમે બ્લૉગકાર્ય સાથે જોડાતો ગયો તેમ તેમ આ નવી દુનીયા અંગે આરંભમાં અચરજ ને પછી એની અકળક ને અઢળક સંભાવનાઓ જાણી.

મારાં લખાણોથી પ્રેરાઈને મીત્રોએ મારે પણ બ્લૉગ ચાલુ કરવો જોઈએ એવી સુચનાઓ આપી તેથી કહો તો તેથી ને મનેય જાણે કે વહેવાનો મારગ મળી ગયાના ઓસાણથી મેંય બ્લૉગ બનાવેલો. નામ રાખેલું, “શાણી વાણીનો શબદ.”

પછી તો માનનીય નારાયણભાઈ દેસાઈના સુચનથી “ગાંધીદર્શન” નામક બ્લૉગ પણ શરુ કરેલો…..જેમ જેમ કામો વધતાં ગયાં તેમ તેમ એક બાજુ બીજા બ્લૉગ પણ વધતા ગયા ને એક તબક્કે છએક બ્લૉગ મારાથી ચલાવાયેલા !! પણ તાકાતથી વધુ કામ થાય નહીં એટલે છેવટે “NET–ગુર્જરી” નામે શરુ કરાયેલા બ્લૉગમાં બધાંનો સમાવેશ કરીને આજ સુધી આ “શબદ જાતરા” ચાલુ રાખી……

હવે, આ દસ વરસના અનુભવો અને અનેકો સાથેના સંપર્કોથી પ્રેરાઈને નેટગુર્જરીને નવા વાઘા પહેરાવીને અરઘાવવાનો વચાર મનમાં રમતો થયેલો એટલે, ને ભાઈ ઈષીત મહેતાનાં આંગળાંની કરામતે કામ સહેલું કરી બતાવ્યું તેથી, આજથી મારું “NET–ગુર્જરી” નવાં રંગ–રુપે, અને એ જ જુના “NET-GURJARI” (स्वान्त: सुखाय – जन सर्व हिताय – निर्झरी) નામથી એક “ઝરણ”રુપે વહેતું થઈ રહ્યું છે !!

“NET-GURJARI” જુના નામે પણ નવા સરનામે અને સાઈટરુપે આરંભાઈ રહ્યું છે તેની સાથે સાથે એના કેટલાક હેતુઓ પણ, સાવ સહજ રીતે, બદલાઈ રહ્યા છે….જુનો બ્લૉગ મારાં પોતાનાં જ લખાણોનો બ્લૉગ હતો. એમાં મારાં મૌલીક લખાણો ઉપરાંત ભાષા–સાહીત્યનો પરીચય કરાવતા લેસનરુપ શ્રેણીબદ્ધ લેખો પણ હતા. ઉંઝાજોડણીમાં જ પ્રગટ થતાં લખાણોને લીધે અન્ય લેખકોનાં લખાણો સ્વાભાવીક રીતે જ એમાં મુકાતાં નહીં.

ને છતાં, નેટજગતમાં એક સંસ્થારુપ પ્રવૃત્તી કરવાના આશયથી “વેબગુર્જરી”ને પણ રમતી મુકેલી. ત્રણેક વરસ પછી એને મળી ગયેલા સક્ષમ કાર્યકરો દ્વારા થયેલા એના અપ્રતીમ વીકાસનો સંતોષ મનમાં ધારણ કરીને હવે એક સ્વતંત્ર કામગીરી કેટલાક વીશેષ હેતુ સાથે ટુંક સમયમાં શરુ થઈ રહી છે.

આપણે જાણીએ છીએ કે કેટલાંક બ્લૉગ–સાઈટો પર પ્રકાશકો અન્ય લેખકોનાં લખાણો માનભેર પ્રગટ કરીને લેખકો–વાચકોને ઉત્તમ પ્રકારનું બળ પુરું પાડે છે. પરંતુ એમાં લખાણોની પસંદગીનું ધોરણ સહેજે સારાં લખાણો માટે રહે. સૌ કોઈ લખનારને લેખક તરીકે પુરતું સ્થાન ન જ મળે તે સહજ છે. પરંતુ લખવાની હોંશ અને એ રીતે વહેવાની તક સૌને મળતી નથી હોતી.

ગુજરાતી ભાષા ભલે મરવાની તો નથી જ પરંતુ મોબાઈલીયા વહેવારોએ અંગ્રેજી સુધ્ધાંને બગાડી મારી છે ત્યારે ગુજરાતીનીય દશા તો બગડતી જ જવાની તે દહેશત તો છે જ. જોકે એક વાત સૌના ધ્યાનમાં આવી હશે કે કેમ તે જાણતો નથી પણ અંગ્રેજીને મોબાઈલોમાં જે રીતે ટુંકાવીને ટુંપો દેવામાં આવી રહ્યો છે તેવું ગુજરાતીમાં કરવાનું સાવ સહેલું નથી !! ગુજરાતીના શબ્દોને અંગ્રેજીના શબ્દોની માફક ટુંકાવીને મચકોડવાનું સાવ સહેલું તો નથી જ ! એનું એક કારણ ગુજરાતીના “ઉચ્ચારો મુજબની લીપી”નું હોઈ શકે છે. આપણે ધારીએ તો પણ ગુજરાતીને મોબાઈલીયા અપલખણવાળી બનાવી નહીં શકીએ તેવી આસાયેશ આજે તો મળે છે…..(આગળ જતાં તો જે થાય તે ખરું)……

“NET-GURJARI” નામક આ સાઈટ પર બે વાતો નવી જોવા મળે તેવી સંભાવના છે. એક તો આ સ્થળે સૌ કોઈ લખનારાને પ્રવેશ આપવાનો મનસુબો છે. અને બીજું કે ફક્ત લખાણો જ નહીં પણ વ્યક્તીસંસ્થાઓપુસ્તકોબ્લૉગો વગેરેના પરીચયોની સાથે સાથે કેટલાક મહત્ત્વના ઈન્ટર્વ્યુ તથા કામગીરીના અહેવાલો વગેરેને પણ આમાં મુકીને એક મંડપ બનાવવાની ખ્વાહીશ છે.

સ્વાભાવીક જ સવાલ ઉભો થાય કે મારા સીવાયના લેખકોનાં લખાણોને શું ઉંઝાજોડણીમાં જ પ્રગટ કરવામાં આવશે ?

તો ઉપરોક્ત હેતુને જોતાં સાવ સાદી વાત છે કે સાદીસીધી વાતો લખનારાંઓને પણ અહીં સ્થાન મળવાનું હોઈ જોડણીનો આગ્રહ સૌ કોઈ માટે નહીં જ રહે. એટલું જ નહીં પણ જે તે લખાણોમાં કાપકુપ કરવાનું પણ અહીં નહીં બને ! “જેમનું તેમ”; “જેવું હતું તેવું જ” અહીં પ્રગટ થશે.

તો બીજો સવાલ એ પણ આવે કે ઉત્તમ પ્રકારનું લખનારાનાં લખાણો સહુની સાથે ભળી જઈને પોતાનું મુલ્ય શું ગુમાવી નહીં બેસે ?!

પણ અહીં તો એવાં ઉત્તમ લખાણો પોતાના પ્રભાવે કરીને બધાં લખનારાંઓને માર્ગર્ષકરુપ બની રહેશે તે કાંઈ નાનોસુનો લાભ છે ?! ફેસબુક જેવા સ્થાન પર નાનાંમોટાં લખાણો અલપઝલપ મુકી દેનારાં લેખકો પાસે ઉત્તમ ભાષાશક્તી હોય છે તેવું જોવા મળ્યું છે. આ અલપઝલપ લખનારાંઓને આ સાઈટ પર આમંત્રીત કરીને અનેકોની શબ્દશક્તી અને મનમાં ભરી પડેલી અનેક વીષયો પરની લગન બહાર લાવી શકાશે !! અને જે લેખકોનાં લખાણો વખણાયાં છે તેઓનાં લખાણો પણ ભેગાં થશે તેથી સહુ કોઈને એમાંથી પ્રેરણા પણ મળશે તે લાભ મોટો છે.

અને જો –

હા, જો આ કામમાં સહેજ પણ સફળતા મળશે તો ગુજરાતીમાં લખવાની ધગશ અને છુપી તાકાત ધરાવનારાંઓ થકી આ માતૃભાષાના પ્રચારપ્રસારની મસ મોટી તક પ્રાપ્ત થઈ શકશે……  

આ તક એ શું નાનીસુની બાબત ગણાય ?!

આ સવાલ સાથે હું મારા દસ વરસના અનુભવે આપ સૌ સમક્ષ આજકાલમાં એક નવું સાહસ મુકી રહ્યો છું. (થોડી રાહ જોવા વીનંતી)

“NET-GURJARI”ને મળનારા નવા નવા લેખકો અને જુનાનવા વાચકોનો સહકાર એ મારી આશાઓ અને અપેક્ષાઓનો પ્રતીસાદ હશે !

सुज्ञेषु किं बहुना ?!!

જુગલકીશોર